ગઢડા તાલુકાના એક ગામની સગીરાને તેના કૌટુંબિક ભાઈએ ધમકી આપી તેના ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. સગીરાના પિતાએ ગઢડા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી જેથી ગઢડા પોલીસે ગણતરીના કલાકોમાં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર કૌટુંબિક ભાઈની ધરપકડ કરી છે. પોલીસે સગીરાને મેડિકલ કરાવતા સગીરાને બે માસનો ગર્ભ હોવાનું મેડિકલ રીપોર્ટમાં સામે આવ્યું છે.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના એક ગામે આશરે 13 વર્ષ નવ માસની સગીરાને 4 ડિસેમ્બરના રોજ એકાએક પેટમાં દુખાવો શરુ થયો જેથી તેના માતા પિતા સગીરાને હોસ્પિટલ લઈ ગયાં, જ્યાં સગીરાનું મેડિકલ કરાવતા સગીરાને બે માસનો ગર્ભ હોવાનું મેડિકલ રીપોર્ટમા સામે આવ્યું. જેથી ફરજ પરના ડોક્ટરે સગીરાના માતાપિતાને જાણ કરી હતી.
ત્યારે સગીરાના માતાપિતાએ ઘરે આવીને સગીરાની પૂછપરછ કરતાં સગીરાએ જણાવ્યું કે ત્રણેક માસ પહેલાં પ્રદિપ વિનાભાઈ શેખલીયાએ મને તેના ઘરે બોલાવી ધમકી આપીને શરીર સંબંધ બાંધ્યો હતો. જેથી સગીરાના પિતાએ ગઢડા પોલીસ સ્ટેશને આવી પોલીસને સમગ્ર ઘટના અંગે જાણ કરી અને પ્રદિપ વિનાભાઈ શેખલીયા સામે ફરીયાદ નોંધાવી.
ગઢડા પોલીસે દુષ્કર્મ ગુજારનાર સગીરાના કૌટુંબિક ભાઈને ઝડપવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી ને શોધ ખોળ શરૂ કરી હતી અને આખરે ગઢડા પોલીસે ગણત્રરીની કલાકમાં આરોપી પ્રદિપની ધરપકડ કરી છે અને વધુ તપાસ અર્થે કોર્ટમાં રજુ કરીને રીમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.