કાલોલ કસ્બામાં નજીવી બાબતે ચાર ઈસમોએ લોખંડની પાઇપ,દંડા અને મોટરસાયકલની ચાવી વડે હુમલો કરતા ફરીયાદ

તારીખ ૧૯/૦૬/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ઘાંચીવાડ મા રહેતા નઈમ ઈદ્રીસ મેતર દ્વારા આશિયાના સોસાયટીમાં રહેતા ચાર ઈસમો સામે નોંધાવેલી ફરિયાદ ની વિગતો જોતા સોમવારે રાત્રે 11:30 કલાકે ફરિયાદીએ પોતાનું મોબાઇલનું ચાર્જર સલમાન સતાર નાથા પાસે માંગતા તેણે આપ્યું નહી અને બોલાચાલી કરી હતી. ત્યારબાદ બીજા દિવસે મંગળવારે રાત્રે ૧૦ કલાકે કાલોલ કસ્બા વિસ્તારમાં ફરિયાદી પોતાના કાકા, પિતા અને તેના દીકરાઓ સાથે ઉભા હતા ત્યારે શોએબ ઈદરીશ નાથા, સલમાન સતાર નાથા તથા ઇદ્રીશ ઉમર નાથા, સલામ ઉમર નાથા લોખંડની પાઇપ અને દંડા લઈને આવ્યા હતા અને કહેવા લાગ્યા કે સલમાન સાથે બોલાચાલી કેમ કરી તેમ કહી ડંડા અને પાઇપ વડે મારવા લાગ્યા હતા.ઇદ્રીશ ઉમર નાથા એ ફરિયાદીને ગળા ઉપર પાઇપ મારી હતી તેમજ જેથી ફરિયાદીના કાકા તથા તેમનો દીકરો છોડાવવા પડતા ઇદ્રીશ ઉમર નાથા એ ફરિયાદીના કાકાને માથામાં પાઇપ માર્યો હતો. કાકા ના છોકરા સહમાંન ને સલામ ઉંમર નાથા એ પાઇપ તેમજ સલમાન સતાર નાથા એ બાઈક ની ચાવી મારી હતી આજુબાજુથી લોકો દોડી આવતા ચારેવ ઈસમો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. ફરિયાદી અને બિલાલ સતાર તથા સેહમાન સલીમ મેતર ને લોહી નીકળ્યું હોય ૧૦૮ મારફતે કાલોલ રેફરલ હોસ્પિટલમાં અને ત્યારબાદ કાકા બિલાલ તથા સેહમાનને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે અંગેની ફરિયાદ કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 4 ઇસમો સામે ગુનો દાખલ કરી તપાસ કાર્યવાહી શરૂ કરી છે.





