તા.૧૮.૧૦.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર બે પર ચાલુ ટ્રેનએ ઉતરવા જતા ટ્રેન નીચે આવી જતા ઝાંબુઆ જિલ્લામાં રહેતા યુવકના બન્ને પગ કપાયા
આજરોજ તા. ૧૮.૧૦. ૨૦૨૪ ના શુક્રવાર ૧૦ કલાકે વાત કરીયેતો જે રતલામ તરફથી ૧૭ વર્ષીય નિલેશભાઈ ગોપાલભાઈ નિનામા બામણીયા તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમનું સ્ટેશન બામણીયા ગાડી ના ઉભી રહેતા ત્યારે તે દાહોદ રેલ્વે સ્ટેશન આવતા દાહોદ રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર.બે પર ઉતરવા જતા તે ફગોળાતા અને ચાલુ ટ્રેન નીચે આવી જતા નીલેશભાઈ નિનામાના બન્ને પગ કપાયા હતા.ઘટનાની જાણ દાહોદ રાજકીય રેલ્વે પોલીસ અને આર.પી.એફ પોલીસને થતા તાતકાલિક ઘટના સ્થળે દોડી જઈ ૧૦૮ એમ્બયુલેન્સ ને જાણ કરી ગંભીર ઈજાગ્રસ્ત યુવકને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખસેડી રાજકીય રેલ્વે પોલીસે યુવકના પરિવારનનું સંપર્ક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હોવાનુ જાણવા મળેલ છે