GUJARATSABARKANTHA

*સ્પાના નામે છોકરા-છોકરીઓ મોજમસ્તી કરી રહ્યા છે અને તેને ચલાવનારાઓ કમાણી માટે શાળા-કોલેજના સ્ટુડન્ટ્સને બરબાદ કરી રહ્યા છે…

અહેવાલ:- પ્રતિક ભોઈ

*સ્પાના નામે છોકરા-છોકરીઓ મોજમસ્તી કરી રહ્યા છે અને તેને ચલાવનારાઓ કમાણી માટે શાળા-કોલેજના સ્ટુડન્ટ્સને બરબાદ કરી રહ્યા છે…

*હિંમતનગર ના આરટીઓ બાયપાસ સર્કલ પર શાન્તમ 7 કોમ્પ્લેક્સ માં બે સ્પા મસાજ સેન્ટર ખુલેલ છે આ કોમ્પ્લેક્સ માં ખાનગી આઇટી સેન્ટર માં વિદ્યાર્થીની ઓ આઇટી ના કોર્સ ની તાલીમ લેવા આવે છે તેમજ કોમ્પ્લેક્સ થી 200 મીટર દૂર સેન્ટ ઝેવીયર્સ સ્કૂલ આવેલી છે એટલુંજ નહીં આ કોમ્પ્લેક્સ ભરચક રહેણાંક વિસ્તાર ની વચ્ચો વચ્ચ આવેલ છે જ્યાં વિદ્યાર્થીઓ તેમજ સ્ત્રીઓ અહિયાંથી પસાર થાય છે મસાજ ના બોર્ડ વાંચીને અને ફોટો જોઈ શોભ અનુભવાય છે, શાન્તમ 7 માં ઊંચા ભાડા ની લાલચ માં આપેલ દુકાનો અને સ્પા મસાજ પાર્લર ની તપાસ થવી જરૂરી છે, સ્પા મસાજ સેન્ટર આસપાસ શેક્ષણિક સંસ્થાઓ તેમજ આઇસીઆઇ બેંક અને દુકાનો આવેલી છે જ્યાં વારંવાર કામ થી વિદ્યાર્થીનીઓ અને મહિલાઓ ની અવર જવર રેહતી હોય છે આ સ્પા સેન્ટરો ની પોલીસ તેમજ જવાબદાર પ્રસાશને અહીંયા થી બીજી જગ્યા એ ખસેડવા જરૂરી બનતી કાર્યવાહી કરવી જોઈએ આમ જવા જઈએ તો આરટીઓ બાઈ પાસ રોડ ના બે થી ત્રણ કિલોમીટર ના અંતરમાં છ મસાજ પાર્લર બિલાડી ના ટોપની માફક ખુલી ગયેલ છે જાણે કે આ વિસ્તાર થાઇલેન્ડ કે તેનું શહેર પતાયા હોય જગ જાહેર છે કે મસાજ સેન્ટર ના નામે ત્યાં શું શું ગેરકાયદેસર કામ થતું હોય છે વર્તમાન પત્રોમાં વારંવાર સમાચાર આવતા હોય છે કે સ્પા સેન્ટર ની આડમાં ચાલતા દેહ વ્યાપાર નો ખુલાસો છતા આ વિસ્તાર માં આવો કોઈ કાંડ બહાર આવે અને આ વિસ્તાર ની બદનામી થાય તે પહેલા શાન્તમ 7 કોમ્પ્લેક્સ માં ચાલતા આ બે સ્પા બોડી મસાજ પાર્લર ને બીજે ખસેડવા જોઈએ. કેમ કે જીલ્લા માં અને અનેક શહેરોમાં ઠેર ઠેર ચાલતા સ્પા સેન્ટર ઘણા પરિવારને બરબાદ કરવામાં ક્યાંય કસર છોડી નથી.

Back to top button
error: Content is protected !!