MORBI:મોરબીના દલવાડી સર્કલ નજીક મોપેડમા દેશી દારૂના જથ્થા સાથે એકની અટક
MORBI:મોરબીના દલવાડી સર્કલ નજીક મોપેડમા દેશી દારૂના જથ્થા સાથે એકની અટક
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન દલવાડી સર્કલ પચ્ચીસ વારીયા નજીક ઍક્સેસ મોપેડમાં દેશીદારૂની હેરાફેરી કરી મહિલા બુટલેગરના રહેણાંકે દેશી દારૂ આપવા આવેલ ઍક્સેસ ચાલકને ઝડપી લેવામાં આવ્યો છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન કંડલા બાયપાસ રોડ દલવાડી સર્કલ પાસે પચ્ચીસ વારીયા નજીક આવેલ મહિલા બુટલેગર સોનલબેન પ્યારુંભાઈ દાદુભાઈ પરમારના રહેણાંક મકાને ઍક્સેસ મોપેડ રજી.નં જીજે-૩૬-એઈ-૬૨૭૭ ઉપર દેશી દારૂ આપવા આવેલ અફજલભાઈ મુબારકભાઈ પરમાર ઉવ.૨૦ રહે.રણછોડનગર પાછળ મફતીયાપરા નવલખી રોડવાળાને ઝડપી લેવામાં આવ્યો છે. જ્યારે પોલીસે સ્થળ ઉપરથી ઍક્સેસ મોપેડમાં દેશી દારૂ ભરેલ પ્લાસ્ટિકનું બાચકું તથા મહિલાના રહેણાંકના ફળીયામાંથી એક બાચકું એમ કુલ ૧૦૦ લીટર દેશી દારૂ, ઍક્સેસ મોપેડ તથા એક એન્ડ્રોઇડ મોબાઇલ સહિત કુલ ૪૭ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ત્યારે પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં વેચાણથી દેશી દારૂનો જથ્થો જેની પાસેથી લીધો હોય તે મોરબી રણછોડનગરમાં રહેતો આરોપી સમીર ઇસ્માઇલભાઈ મોવરના નામની કબુલાત આપતા તેને ફરાર દર્શાવી જ્યારે રાત્રીનો સમય હોવાથી મહિલા આરોપીની અટક કરી ન હોય. ત્યારે દેશી દારૂનો જથ્થો મોકલનાર સપ્લાયરનું નામ ખુલતા કુલ ત્રણ આરોપીઓ સામે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે