GUJARATSABARKANTHA

હિમતનગર ટાઉન હોલ ખાતે બ્રહ્મ સમાજ હિમતનગર દ્વારા વિદ્યા ઉત્તેજક ઇનામ વિતરણ સ્નેહ મિલન કાર્યક્રમ તા.15-09-24 રવિવાર ના રોજ યોજાયો.

સમસ્ત બ્રહ્મ સમાજ હિમતનગર દ્વારા વિદ્યા ઉત્તેજક ઇનામ વિતરણ સ્નેહ મિલન કાર્યક્રમ તા.15-09-24 રવિવાર ના રોજ હિમતનગર ટાઉન હોલ ખાતે યોજાયા. જે માં મુખ્ય વક્તા તરીકે શ્રી ધર્મેન્દ્ર ભાઈ જોષી ઉપસ્થિ રહી કહ્યું હતું કે આજનો જમાનો Artificial intelligence નો છે જેથી આપણે તન અને મનની સાથે સાથે મગજ પર વધુ ભાર આપવો પડશે. પ્રમુખ મુકેશ ભાઈ જાનીએ બ્રહ્મ સમાજ માં વિવિધ કાર્યક્રમોની પ્રોજેક્ટર પર આછી ઝલક આપી પ્રેઝન્ટેશન આપ્યું હતું આ પ્રસંગે નાગરિક બેંકના ચેરમેન હિરેનભાઈ ગોર,પ્રફુલભાઇ વ્યાસ , સર્વાનંદભાઈ ભટ્ટ અને ડૉ.વિપુલભાઈ જાનીની ઉપસ્થિતિ રહેલ.
સંજયભાઈ વેદિયાએ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન કરેલ.
ભરતભાઇ ભટ્ટ પંકજભાઈ મહેતા અને રીટાબેન જોષી એ સ્પર્ધક વિજેતાઓ ની જાહેરાત કરી હતી મહામંત્રી જયંતભાઈ જોષીએ દાતાઓ તથા સમગ્ર બ્રહ્મ બંધુઓનો આભાર માન્યો હતો.

અહેવાલ:- પ્રતિક ભોઈ

Back to top button
error: Content is protected !!