GUJARATMAHISAGARSANTRAMPUR

સિનિયર સિટીઝન પેન્શનરોનું સ્નેહ સંમેલન સંતરામપુર સ્ટેટ બેંકમાં યોજાયું.”

અમીન કોઠારી :- મહીસાગર

” સંતરામપુર સ્ટેટ બેંક માં સિનિયર સિટીઝનોનું સ્નેહ સંમેલન યોજાયું. ”

તારીખ:- 03/08/2024.ને શનિવારે સાંજે સ્ટેટ બેંક, સંતરામપુર (ડોળી) શાખામાં બેંકના સિનિયર સિટીઝન ખાતાધારકોનું સ્નેહ સંમેલન SBI સંતરામપુર (ડોળી)ના મેનેજર શ્રી વિજય કુમારે યોજાયું હતું. જેમાં ઝાલોદ SBI શાખાના સવિઁસ મેનેજર કનુભાઈ કામોલ ઉપસ્થિત હતા.

સૌ સિનિયર સિટીઝનોને આવકારી બેંકની સેવાઓ અંગે ખુલ્લી ચર્ચા કરવા મેનેજર શ્રીએ જણાવેલ. સૌએ બેંક તરફથી સારી, સંતોષ કારક સેવાઓ મળે છે તેમ જણાવેલ. મેનેજર શ્રીએ સરળ,સુગમ સેવાઓ કેમ મેળવાય તે અંગે માહિતી આપી હતી. ઉપસ્થિત સૌએ પોતાના મંતવ્યો જણાવેલ.

બેંક તરફથી સૈને સરસ પેનની મોમેન્ટ આપી નાસ્તા ની વ્યવસ્થા કરી હતી.અને સિનિયર સિટીઝન વિઠ્ઠલ ભાઈ મોચી, મહેન્દ્ર ભાટિયા, અને કિશોર ભાઈ પરમારનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ.

 


હાલ સેવારત મેનેજર શ્રીનો હસમુખો સ્વભાવ, તેઓ સારી સંતોષ કારક સેવાઓ પૂરીપાડનાર હોઈ, સૌ પ્રથમ વખત આ પ્રકારનું સિનિયર સિટીઝન ખાતાધારકો નું સ્નેહ સંમેલન યોજતાં. સૌ વતી મેનેજર શ્રી અને બેંકનો ખૂબ ખૂબ આભાર સંતરામપુરના કવિ,લેખક, પત્રકાર મહેન્દ્ર ભાટિયાએ વ્યક્ત કર્યો હતો. સૌ વતી સિનિયર સિટીઝનોને સારી સેવાઓ પૂરીપાડી શકાય તે માટે એક કેશ કાઉન્ટર વધારવા માટે, અને તે માટે એક વધુ કમઁચારિ નિયુક્ત થાય, તે માટે ઉપસ્થિત સિનિયર સિટીઝનોની માંગ હોવાથી સૌની સહીંનું વિનંતી પત્ર આપવા મહેન્દ્ર ભાટિયાએ ખાતરી આપી હતી. પુન: બેંક અને મેનેજર શ્રીનો આભાર વ્યક્ત કરીને સૌ છુટા પડ્યા હતા.

Back to top button
error: Content is protected !!