BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

4 વર્ષથી ફરાર છેતરપિંડીનો આરોપી ઝડપાયો:ભરૂચ પેરોલ ફર્લો સ્કોડે પાટણ બસ સ્ટેન્ડ પાસેથી આરોપીને દબોચ્યો

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેરમાં છેતરપિંડીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર આરોપીને પેરોલ ફર્લો સ્કોડની ટીમે સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે. પીએસઆઈ એ.કે.જાડેજાના નેતૃત્વ હેઠળની ટીમે બનાસકાંઠા વિસ્તારમાં તપાસ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને આરોપીનું લોકેશન શોધી કાઢ્યું હતું.
ભરૂચ શહેર ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના કેસમાં વોન્ટેડ આરોપી મદનજી બચુજી ઠાકોરને 1લી ફેબ્રુઆરીના રોજ પાટણ જિલ્લાના બસ સ્ટેન્ડ પાસેથી પકડવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીને આગળની કાર્યવાહી માટે ભરૂચ શહેર ‘સી’ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે.
પોલીસની આ સફળતાથી લાંબા સમયથી ફરાર આરોપીઓને પકડવાની કામગીરીને વેગ મળ્યો છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બની છે. આ ઘટના દર્શાવે છે કે ગુનેગારો ગમે તેટલો સમય ફરાર રહે, પરંતુ કાયદાની પકડથી બચી શકતા નથી.

Back to top button
error: Content is protected !!