BHARUCHGUJARATJHAGADIYA

પગાર વધારાની માંગ સાથે બ્રિટાનિયા કંપનીના કામદારો ભરૂચ કલેક્ટર કચેરી પહોંચ્યા

પગાર વધારાની માંગ સાથે બ્રિટાનિયા કંપનીના કામદારો ભરૂચ કલેક્ટર કચેરી પહોંચ્યા

 

નિરાકરણ નહીં આવે તો કંપનીને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી

 

 

 

ઝઘડિયાની બ્રિટાનિયા કંપનીમાં પગાર વધારાની માંગને લઈને ૩૦૦ થી વધુ કર્મચારીઓ છેલ્લા ૧૦ દિવસથી હડતાલ પર હોવા છતાં નિરાકરણ નહીં આવતા કલેક્ટરને રજુઆત અર્થે પહોંચ્યા હતા.જોકે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.જો પગાર વધારો નહીં કરવામાં આવે તો કંપનીને તાળા બંધીની કરવાની ચીમકી પણ કામદારોએ ઉચ્ચારી હતી.

 

ઝઘડિયા જીઆઈડીસીના ૨૩ નંબરના પ્લોટમાં આવેલ બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ કંપની પર કર્મચારીઓની હડતાલ ચર્ચાનો વિષય બન્યો છે.છેલ્લા ૧૦ દિવસથી કંપનીના ૩૦૦ થી વધુ કાયમી કર્મચારીઓ તથા ૫૦૦ જેટલા કોન્ટ્રાક્ટના મહીલા સહિતના કર્મચારીઓ પગાર વધારાની માંગણીને લઈ હડતાલ પર ઉતર્યા છે.હડતાલના શરૂઆતના બે દિવસમાં કંપની સંચાલકો દ્વારા કોઈ પ્રતિભાવ કામદારોને આપવામાં આવ્યો નથી.ઝઘડિયાના સ્થાનિક આગેવાનોએ કામદારોને સાથ સહકાર આપ્યા બાદ સાંસદ મનસુખ વસાવા,ધારાસભ્ય ચૈતર વસાવા,કોંગી આગેવાન શેરખાન પઠાણ,ધનરાજ વસાવા,વિનય વસાવા,મિતેષ પઢિયાર સહિતના રાજકીય આગેવાનો બ્રિટાનિયા કંપનીમાં હડતાલ પર ઉતરેલા કામદારોના સમર્થન‌માં આવ્યા હતા.

 

ધારાસભ્ય અને સાંસદ સભ્ય કંપની ખાતે પહોંચતા કંપની સંચાલકોએ પણ તેમની સાથે બેઠક કરવાની ફરજ પડી હતી.બેઠક દરમ્યાન કંપની સંચાલકોએ ધારાસભ્યને મંગળવાર સુધીમાં નિરાકરણ લાવવાનો મૌખિક વાયદો કર્યો હતો.પરંતુ કંપની પર એચઆર વિભાગ કે એકાઉન્ટ વિભાગ સહિત કંપની સંચાલકો પર ફરકયા ન હતાજેના કારણે કંપની સદંતર બંધ હાલતમાં જોવા મળ્યા હતા.જેના કારણે આગેવાનો અને કમૅચારીઓ કલેક્ટરને રજુઆત કરવા પહોંચ્યા હતા.

 

રજુઆત કરવા આવેલા આગેવાન શેરખાન પઠાણે જણાવ્યું હતું કે કમૅચારીઓ બેઝિક પગાર વધારો કંપની તરફથી મળે અને નિરાકરણ માટે બોલાવેલ કંપની સત્તાધીશો કંપની ખાતે હાજર ન રહેતા કલેક્ટરને રજુઆત માટે આવ્યા છે અને જો નિરાકરણ નહીં આવે તો કામદારો સાથે કંપનીને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

 

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ૧૦ દિવસથી બ્રિટાનિયા કંપનીના કામદારો પગાર વધારાની માંગ સાથે હડતાલ પર બેઠા છે.ત્યારે કલેક્ટરની ઉપસ્થિતિમાં લેબર કમિશ્નર અને કંપની સત્તાધીશો દ્વારા શું નિરાકરણ આવે છે તે જોવું રહ્યું.જો નિરાકાર નહીં આવે તો કંપનીને તાળાબંધી કરતા કામદારો અચકાશે નહીં.

 

 

ઈરફાનખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!