MORBIMORBI CITY / TALUKO

MORBI:”અંધેરી નગરીને ગંડ્ડ રાજા”મોદી સબસીડી આપે અને જીપીસીબી દંડ ઉઘરાવે

MORBI:”અંધેરી નગરીને ગંડ્ડ રાજા”મોદી સબસીડી આપે અને જીપીસીબી દંડ ઉઘરાવે

 

 

મોરબી માં હાલ સોસિયલ માધ્યમો માં ફરતા એક મેસેજ મુજબ હમણાં મોરબી ખાતે મિટિંગમાં આગેવાનો અને એક ધારાસભ્યે પોતાનો રાજકીય જમીન બચાવવા એજન્ડા સેટ કરી દિધો સામન્ય જાહેરહિતની મિટિંગમાં જાહેર નિર્ણય લેવાતો હોય છે પરંતુ સિરામિક મિટિંગમાં દંડ ભરવાના મંતવ્ય વાળા ને જ બોલવાનો હક આપવામાં આવ્યો

વાત દંડ ની નથી પરંતુ મોદી સરકાર કોલ ગેસીફાયર માટે મિશન ૨૦૩૦ ચલાવે અને દેશમાં વધુને વધુ ગેસી ફાયર(કોલસા માંથી બનતા ગેસ) માટે અભિયાન ચલાવે અને તેના સબસિડીનો સતત વધારો કરે અને ગુજરાતમાં ચાલવાની વાતો દૂર રહી પણ દંડ ઉઘરાવે. જેથી એકવાત સ્પષ્ટ થાય કે કા મોદી લોકોને મુર્ખ બનાવે કા સાચી હકીકત દિલ્હી સુધી પહોંચી નથી
દરેક આંદોલનનો જન્મ આંદોલનથી થતો હોય છે હાલના મંદીના માહોલ અને ખોટી નીતિ થી દંડમાં જો આંદોલન થાય તો એક ધારાસભ્યની રાજનીતિ દાવ ઉપર લાગી જાય માટે ઈન્ડસ્ટ્રીઝ નું જે થવું હોઈ તે થાય પણ કોઈ દેકારો ના થાય અને દંડ ભરાઈને ઇસ્યૂ પૂરો થાય તેનું મિટિંગ માં સરસ આયોજન કરવામાં આવ્યું

૧૦ ટાકા રકમ ભરવાનો સીધો મતલબ કે સિરામિક ઈન્ડસ્ટ્રીઝ ગુનેગાર છે માટે બાકીની રકમ ભરવી જ પડે અને જીપીસીબીની નોટીસ ખોટી હોવાની રજુવતનો હક પણ ખોઈ બેસે. જો કોલગેસ પર્યાવરણ માટે જોખમી હોઈ તો એક પિટિશન સિરામિક તરફથી પણ કરવી જોઈ કે અન્ય ઉધોગમાં કેમ ચાલી શકે અને કેન્દ્ર આવી જોખમી ટેકનોલોજી ને સબસિડી કેવી રીતે આપી શકે
કાયદો સમાન હોવો જોઈ

સિરામિક નો ઉપિયોગ ફક્ત ચૂંટણી ફંડ માટે જ થતો આવિયો છે આજ દિન સુધી સરકાર તરફથી કોઈ સહાય તો છું સાંભળવાનો મોકો પણ આપ્યો નથી એનું મુખ્ય કારણ રાજકારણ કરતા સિરામિક હોદેદારો જેને ઇન્ડસ્ટ્રીઝ કરતા સ્થાનિક નેતાઓની ચિંતા વધુ છે. તથા જેવી રીતે ભાજપના સાચી વાત બોલવાનો કોઈને હક નથી એમ સિરામિક મેમ્બરો ને પણ પૂછવાનો હક નથી
કોર્ટનો આદેશ ૨૫% ભરવાનો હતો પણ શાક ભાજીની હરાજીની જેમ ૧૦%થઈ જાય ત્યારે કોર્ટના આદેશ ના હવાલા નું છું. એનો મતલબ કે હાલ પૈસા ભરી તમે સ્વીકારી લો કે દંડ યોગ્ય છે જેથી આવનારા દિવસોમાં આજ મુદ્દાથી હંમેશા સિરામિકનું શોષણ થઈ શકે.
૧૦ ટાકા રકમ ભરવું એનો મતલબ સિરામિક માટે આ આત્મઘાતી પગલું છે . પણ હોદેદારો આ ઇસ્યૂ ને જલ્દી થી ખતમ કરવા માંગે છે જેથી મોરબીમાં શેખ હનીના વાળી ના થાય…

આજે સરકાર ની નીતિઓ ઉપર સવાલ થઈ રહ્યા છે અમો આ અંગે હજુ વધુ માહિતી મેળવી રહ્યા છીએ ખરેખર એક સિરામિક યુનિટ બંધ થતાં ડાઇરેક્ટ કે ઈંડાઇરેકટ આસરે ૨૦૦૦ લોકોને આર્થિક ફરક પડતો હોય છે જ્યારે આજે ૩૦૦ થી વધુ કારખાનાઓ બંધ થવાની વાતો થી સરકારના પેટનું પાણી પણ હલતું નથી જે ખરેખર દુખદ બાબત છે. બે વર્ષ પહેલા કોર્ટ દ્વારા આપવામાં આવેલ દંડ અંગે સરકાર કઈ ચિંતા ના લેતા આજે આ સ્થિતિ નું નિર્માણ થઈ રહ્યું છે જોઈએ મોરબી સિરામિક ને બચાવવા પ્રયત્નો સરકાર કઈ કરે છે કે નહીં.

Back to top button
error: Content is protected !!