GONDALGUJARATRAJKOT CITY / TALUKO
Gondal: સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ગોંડલના રસ્તાઓ કરાયાં ચોખ્ખા

તા.૨૧/૧૦/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
નગરપાલિકા સહિત જન ભાગીદારીના પરિણામે શહેર થયું ગંદકીમુક્ત
Rajkot, Gondal: રાજકોટ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલી રહ્યું છે. આગામી તારીખ ૩૧ ઓક્ટોબર સુધી યોજાનાર આ અભિયાનને ઠેર ઠેર જન પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ગોંડલના રસ્તાઓ ચોખ્ખા કરવામા આવ્યા છે.
ગોંડલ નગરપાલિકા સહિત જનભાગીદારીના પરિણામે શહેર ગંદકીમુકત થયુ છે. નગરપાલિકા દ્વારા શહેરમાં ઠેર ઠેર સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે કાર્યક્રમો યોજવા ઉપરાંત સ્વચ્છતા અભિયાન હાથ ધરી ગંદકી સાફ કરવામાં આવી રહી છે. અભિયાનમાં નગરપાલિકાના કર્મચારીઓ સાથે લોકો પણ સામૂહિક રીતે જોડાઈ રહ્યા છે. ત્યારે જિલ્લા તંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાનમાં સહયોગ આપવાની સાથે જ્યાં ત્યાં ગંદકી ન કરવા લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે.






