GUJARATHALOLPANCHMAHAL

પાવાગઢ ખાતે ધુમ્મસભર્યા વાતાવરણમાં માતાજીના દર્શનાર્થીઓએ માતાજીના દર્શન કરી આહલાદક નજારો માણ્યો 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૭.૬.૨૦૨૫

 

પંચમહાલ જિલ્લા સહિત પંથકમાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે વહેલી સવારે ધુમ્મસ ભર્યા વાતાવરણને લઈને અદભુત નજારો જોવા મળ્યો હતો. વરસાદી માહોલ તેમજ ધુમ્મસ ભર્યા વાતાવરણને લઈને પાવર ડુંગર પર આહલાદક નજારો માણતા દર્શનાર્થીઓ નજરે પડ્યા હતા જ્યારે દર્શનાર્થીઓએ માતાજીના દર્શનની સાથે સાથે કુદરતી નજારાણી પણ મોજ માણી હતી પાવાગઢ ખાતે કુદરતનો અદભુત નજારો વરસાદી માહોલમાં નયન રમ્ય બની જતા તેને નિહાળવા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડે છે ત્યારે આજે મંગળવારના રોજ વહેલી સવારથી જ પાવળ ખાતે વાતાવરણને લઈને અને વરસાદી માહોલ વચ્ચે માતાજીના ભક્તોએ દર્શનની સાથે નયનરમ્ય નજારો માણ્યો હતો.

Back to top button
error: Content is protected !!