BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચમાં બિલ્ડર બન્યો બેફામ ડીપીની જમીન પર કબજો..?ભરૂચમાં ડીપી રસ્તો મંજૂરી વગર બિલ્ડરે પોતાના મળતીયાઓ સાથે ઉભો કરતા સ્થાનિકોમાં વિવાદ..

સમીર પટેલ, ભરૂચ

2 વર્ષથી વાહન ચાલકો પીડાતા રહ્યા છતાય રસ્તો કાર્યરત ન કરાયો અને બિલ્ડરના પ્રોજેક્ટ માટે ડીપી રસ્તા ઉપર કોની મંજૂરીથી કામગીરી..

બિલ્ડરે મંજૂરી વિનાજ વૃક્ષોનું નિકંદન કર્યું હોય લોખંડના થાંભલા દૂર કર્યા હોય અને વરસાદી કાંસના પાણીને રોકવાના પ્રયાસ કર્યા હોય તો શું થશે કાર્યવાહી..

ભરૂચ

ભરૂચ જિલ્લામાં બિલ્ડરો દ્વારા બાંધકામ તો કરી નાખે છે પરંતુ ચોમાસાની સિઝનમાં પાણીનો ભરાવો માથાના દુઃખાવા સમાન બનતો હોય જેના પગલે હાલમાં જ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઈડ ચલાવવા માટે ડીપીના રસ્તા ઉપર કામગીરી કરવામાં આવતા વિવાદનું મધપૂડો છંછેડા આવશે ડીપીના રસ્તા ઉપર કામગીરી કરવાની મંજૂરી કોણે આપી તેવા સવાલો ઉભા થતા ભરૂચ નગરપાલિકા અને બોડા વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે

ભરૂચ શહેર જિલ્લામાં બિલ્ડરો પોતાના ફાયદા માટે આડેધડ બાંધકામ કરતા હોય છે પરંતુ જે પ્રકારે વરસાદી કાચ કે ઘર વપરાશના પાણીના નિકાલ માટેની સુવિધા કરવાની હોય છે તેમાં ઉણા ઉતરતા હોય છે જેના પગલે ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદમાં પણ વરસાદી પાણીનો ભરાવો સર્જાતો હોય છે ભરૂચના શેરપુરા ગ્રામ પંચાયતની હદમાં આવતા ભારતી રો હાઉસ ને જોડતો ટીપી રસ્તો બંધ છે પરંતુ નજીકમાં જ બિલ્ડર દ્વારા જમીન લેવામાં આવી છે અને તેના પ્રોજેક્ટ મુકવા માટે જગ્યા સુધી પહોંચવા માટે રસ્તો ન હોવાના કારણે ડીપીના રસ્તા ઉપર કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે સાથે ડીપી રસ્તો બનાવવાની મંજૂરી કોણે આપી તેવા સવાલો ઉભા સાથે જો ડીપી રસ્તા કે ટીપી રસ્તા ઉપર ખાનગી માણસો દ્વારા કામ કરવામાં આવતું હશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે અને સ્થળ નિરીક્ષણ કરવામાં આવશે અને જે તે વિભાગની રિપોર્ટ પણ કરવામાં આવશે તેમ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ તથા નગરપાલિકાના ચીફ ઓફિસર પોતાના નિવેદનમાં કહ્યું છે

સમગ્ર પ્રકરણમાં ખાનગી માણસ દ્વારા થતું કામ જે સરકારી રસ્તો ડીપી રસ્તો હોવાનું માનવામાં આવે છે અને ડીપી રસ્તા ઉપર બોડા વિભાગની મંજૂરી વગર કામ કરી ન શકાય અગાઉ નગરપાલિકાના વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદએ શ્રવણ ચોકડી નજીક બ્રિજની કામગીરીને લઈ ટ્રાફિક જામને હળવો કાઢવા માટે ટીપી રસ્તા ખોલવા માટે બે વર્ષ પહેલા રજૂઆત કરી હતી પરંતુ તેને તંત્રએ ધ્યાને લીધો ન હતો તો હાલમાં જે પ્રકારની ડીપી ના રસ્તા ઉપર કામ કેવી રીતે ખાનગી માણસો કરી શકે? કોની મિલી પ્રગતિ કામ થઈ શકે તેવા અનેક સવાલો વચ્ચે હાલ તો તંત્રને અને સ્થાનિક સરપંચને અંધારામાં રાખી કામગીરી કરવામાં આવી રહી હોવાના ચોકાવનારા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે ગંભીર છે તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરવામાં આવે અને જો ખાનગી બિલ્ડરને લાભ કરાવવા માટે કામ થતું હોય તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવું પણ વિપક્ષના નેતા એ કહ્યું છે

ભરૂચના પશ્ચિમ વિસ્તારના સ્થાનિક અબ્દુલ કામથી એ પણ ડીપી રસ્તા ઉપર ખાનગી માણસો દ્વારા થઈ રહેલા કામગીરી ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે કે નજીકમાં બિલ્ડરે જમીન લીધી છે અને તેને પ્રોજેક્ટ મુકવા માટે તેના પ્રોજેક્ટના સ્થળ સુધી વાહનો પસાર કરવા માટે ડીપીના સરકારી જગ્યા ઉપર જ રસ્તો બનાવી રહ્યા છે વૃક્ષોનું નિકંદન કરી નાખ્યું છે લોખંડના થાંભલા તોડી નાખ્યા છે અને જો ડીપીના રસ્તામાં રસ્તો બનાવવામાં આવે તો ચોમાસાની સિઝનમાં લોકોના ઘરોમાં અને બાજુના કબ્રસ્તાનમાં પાણી ભરાઈ શકે તેવી સંભાવના છે સાથે જ ભયંકર પરિસ્થિતિનું નિર્માણ ચોમાસાની સિઝનમાં થઈ શકે તેમ છે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવી પડે તેમ છે પરંતુ ડીપીનના સરકારી જગ્યા ઉપર આખરે કામગીરી કરવાની મંજૂરી બોડા વિભાગે કે નગરપાલિકાએ આપી છે કે કેમ તેની તપાસ થવી જરૂરી હોવાનું અબ્દુલ કામથીએ કહ્યું છે

અત્રે ઉલ્લેખનીય બાબત એ છ કે બિલ્ડરને કેટલાક સ્થાનિક લે ભાગુઓએ જ જાતે જ કામ ચાલુ કરાવી ડીપીના રસ્તા ઉપર કબજો જમાવવાની કોશિશ કરી રહ્યા હોય તેવું પણ ચર્ચાસ્પદ બન્યું છે પરંતુ સ્થાનિક શેરપુરા ગ્રામ પંચાયતના સરપંચ પણ ઊંઘતા ઝડપાયા હોય કે પછી સેટિંગ ડોટ કોમ હોય તેવા અનેક સવાલો ઉભા થયા છે સમગ્ર મામલે હાલ તો તપાસનો ધમધમાટ તંત્ર દ્વારા કરવામાં આવે તે જરૂરી બની ગયો છે ડીપીના રસ્તા ઉપર જો કામગીરી કરવામાં આવે તો આગળ અન્ય બે ટીપી રસ્તા પડે છે તેને પણ ખોલવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે જોવું એ રહ્યું કે બિલ્ડરના લાભ ખાતા ડીપીના રસ્તા ઉપર કામગીરી કોણ કરાવી રહ્યું છે.

Back to top button
error: Content is protected !!