ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : માલપુર રૉડ પર ‘બુલેટ રાજા’ નો દબદબો, ફટાકડા ફોડી પોલિસને ચેલેન્જ,મોડી રાત્રે રેતી-કપચીના ડંપરની પણ અવર -જવર

ભારે વાહનોની માલપુર રોડ ઉપર થતા કોઈ અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની..?

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : માલપુર રૉડ પર ‘બુલેટ રાજા’ નો દબદબો, ફટાકડા ફોડી પોલિસને ચેલેન્જ,મોડી રાત્રે રેતી-કપચીના ડંપરની પણ અવર -જવર

ભારે વાહનોની માલપુર રોડ ઉપર થતા કોઈ અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની..?

મોડાસા ટાઉન પોલીસ અને ડી સ્ટાફની કામગીરી ઉપર સવાલો..!

અરવલ્લી જિલ્લામાં નવરાત્રીના પર્વના ત્રણ નોરતા પૂર્ણ થઈ ચૂક્યા છે, ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોડાસા શહેરના વિવિધ રસ્તાઓ પર ખેલૈયાઓની ભારે અવર-જવર રહેતી હોય છે, જોકે આ વચ્ચે મોડાસાના માલપુર રોડ ઉપર મોડી રાત્રે બાઈકર્સ નો ત્રાસ જોવા મળી રહ્યો છે. રાત્રિના સમયે બુલેટ લઈને જતા બાઈકર્સ ફટાકડા ફોડતા-ફોડતા જતા લોકોમાં પણ એક ડરનો માહોલ જોવા મળે છે. રાત્રિના સમયે કેટલા બાઈકર્સ પુરપાટ ઝડપે બાઈક હંકાળતા પણ નજરે પડે છે,આવી ઘટનાઓ વચ્ચે મોડાસા ટાઉન પોલીસની ટીમ ની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે.

નવરાત્રિના પ્રથમ નોરતા ઉપર અરવલ્લી જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, નવરાત્રીને લઈને પોલીસની વિવિધ ટીમ બનાવવામાં આવી છે. જોકે મોડાસાના માલપુર રોડ ઉપર પોલીસની ટીમ જોવા મળતી હોય, તો આવા બાઈકર્સ કોની રહેમનજર હેઠળ પૂરપાટ ઝડપે પસાર થાય છે તે સવાલ છે. બીજી બાજુ બુલેટ ચાલકો સાઇલેન્સરમાંથી ફટાકડા ફોડતા પણ નજરે પડી રહ્યા છે જોકે પોલીસના કેમેરામાં આવા બાઈકર્સ કેમ દેખાતા નથી તે પણ એક સવાલ છે. આ સાથે જ નવરાત્રીના સમયે લોકોની ભારે અવર-જવર વચ્ચે ડમ્પર્સ પણ નીકળી રહ્યા છે ત્યારે જો મોટી દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ ? મોડાસા શહેરના માલપુર રોડ ઉપરથી થોડી થોડી વારે ડમ્પર્સ અવરજવર પણ જોવા મળે છે. અહીં લોકોની ભારે અવર-જવર વચ્ચે ડમ્પર પસાર થાય અને કોઈ દુર્ઘટના સર્જાય, તે પહેલા પોલીસ હવે શું કરે છે તે જોવું રહ્યું.

Back to top button
error: Content is protected !!