DAHODGUJARAT

દાહોદ તાલુકાના ગમલા ગામે રાત્રીના સમયે બુલેટ મોટર સાઈકલની ચોરી

તા.૦૪.૦૧.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

DAHOD:દાહોદ તાલુકાના ગમલા ગામે રાત્રીના સમયે બુલેટ મોટર સાઈકલની ચોરી

આજરોજ રવિવાર ૧૦:૦૦ કલાકે મળતી માહિતી અનુસાર દાહોદ તાલુકાના ગમલા ગામે બુલેટ મોટર સાઈકલ લઈ મામાના ઘરે આવેલ ભાણેજની મોટર સાઇકલ ચોરી થવાની CCTV વિડિઓ સામે આવી છે.આપ CCTV માં સ્પષ્ટ જોઈ શકો છો કો રાત્રી દરમિયાન પાર્કિંગમાં પાર્ક કરેલ બુલેટ મોટર સાઇકલ પાસે અજાણ્યો ઈસમ આવી તેનું લોક તોડી તે અજાણયો ઈસમ બુલેટ મોટર સાઈકલ લઈ સ્થળ પરથી ફરાર થયો છે.ત્યારે સવારે પાર્ક કરેલ બુલેટ મોટર સાઇકલ પાસે આવતા સ્થળ પર મોટર સાઇકલ ન જોવા મળતા મોટર સાઇકલ ને આસપાસ ના વિસ્તારોમા શોધખોળ હાથ ધરી હતી.ત્યારે બુલેટ મોટર સાઇકલ ચોરી થઈ હોવાની શંકા જતા ઘરની બહાર લગાવેલ CCTV કેમેરા તપાસ કરતા સમગ્ર ઘટના સામેં આવી હતી જેમાં એક અજાણ્યો ઈસમ રાત્રી દરમ્યાન કોઈક સમયે બુલેટ મોટર સાઇકલને ચોરી કરી લઈ જવાનું સામે આવ્યું જેને લઈ મોટર સાઇકલ ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસ મઠકે નોધાતા પોલીસે CCTV કેમેરાની વિડીયોની મદદ થી તપાસનો ધમધમાટ આરંભ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે

Back to top button
error: Content is protected !!