GUJARATPANCHMAHALSHEHERA

આત્મા પ્રોજેકટ દ્વારા ગોધરા ખાતે ત્રી-દિવસીય પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

 

શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

************

*પંચમહાલ, શુક્રવાર ::* ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ આત્મા પ્રોજેક્ટના વિવિધ માધ્યમો દ્વારા રાજ્યના દરેક વિસ્તારના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ કે રાજ્યમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના વ્યાપમાં વધારો અને ખેડૂતોનો ખેતી ખર્ચ બચાવવાનો છે. તેમજ જમીનની ફળદ્રુપતા તથા જીવસૃષ્ટિનું આરોગ્ય જળવાઈ રહે અને પર્યાવરણમાં પણ સંતુલન બનાવી રાખવાનો છે.

આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ, પંચમહાલ દ્વારા ખેડૂત તાલીમ કેન્દ્ર,ગોધરા ખાતે ત્રી-દિવસીય પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રાકૃતિક ખેતી અંગે વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત બાગાયત પાકોમાં પ્રાકૃતિક ખેતી અંગે સરકારની વિવિધ યોજનાઓની માહિતી પણ આપવામાં આવી હતી. કાર્યક્રમ સ્થળે પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામોના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા જેની પરિસંવાદમાં હાજર તમામ ખેડૂતો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને નિદર્શન પણ નિહાળવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લાના પ્રોજેક્ટ ડાયરેકટર જયેશ ભાઈ પટેલ, જિલ્લા બાગાયત અધિકારીશ્રી તેમજ મોટી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતો જોડાયા હતા.

 

Back to top button
error: Content is protected !!