BUSINESSGUJARAT

કંપનીઓનો બિઝનેસ કોન્ફિડેન્સ પાંચ ત્રિમાસિકની ટોચે….!!!

ઉદ્યોગ સંસ્થા કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઈઆઈ)ના સર્વે મુજબ નાણાંકીય વર્ષ ૨૦૨૬ના ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન બિઝનેસ કોન્ફિડન્સ પાંચ ક્વાર્ટરના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો છે. સ્થિર સ્થાનિક માંગ અને રિકવરીની અપેક્ષાઓએ ઉદ્યોગનો આત્મવિશ્વાસ વધાર્યો છે.સીઆઈઆઈ બિઝનેસ કોન્ફિડન્સ ઇન્ડેક્સ (બીઆઈ) ડિસેમ્બર ક્વાર્ટરમાં વધીને ૬૬.૫ થયો, જે અગાઉના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ૬૬ હતો. સર્વેમાં જણાવાયું છે કે, ‘છેલ્લા પાંચ ક્વાર્ટરમાં આ સૌથી સારો આંકડો છે. બિઝનેસ વાતાવરણમાં સતત સુધારો થયો છે. આત્મવિશ્વાસમાં ક્રમિક વધારો માંગની સ્થિતિમાં સુધારો, નીતિ સ્પષ્ટતા અને રોકાણ અને ક્ષમતા વિસ્તરણ યોજનાઓ અંગે આશાવાદ દર્શાવે છે.સર્વે અનુસાર બે તૃતીયાંશ કંપનીઓએ નાણાકીય વર્ષ ૨૦૨૬ના બીજા ક્વાર્ટરમાં માંગમાં વધારો નોંધાવ્યો હતો, જ્યારે ૭૨ ટકા કંપનીઓએ નાણાકીય વર્ષ ૨૦૨૬ના ત્રીજા ક્વાર્ટરમાં વધુ વૃદ્ધિની અપેક્ષા રાખી હતી. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ દરમાં ઘટાડા અને તહેવારોના વપરાશને કારણે વૃદ્ધિમાં મજબૂતીની અપેક્ષા રાખી હતી. ૪૩ ટકા ઉત્તરદાતાઓએ અપેક્ષા રાખી હતી કે જીએસટી દરમાં ઘટાડો છથી બાર મહિનામાં વપરાશને વેગ આપશે, જ્યારે ૩૦ ટકા લોકો માને છે કે આ વધારો બાર મહિના સુધી રહેશે.

સર્વેના મોટાભાગના ઉત્તરદાતાઓ અંદાજે ૬૯ ટકા અપેક્ષા રાખે છે કે ભારતીય રિઝર્વ બેંક ફેબ્રુઆરીમાં વ્યાજદરમાં ઘટાડો કરશે. અડધાથી વધુ લોકો માને છે કે ફુગાવામાં સતત ઘટાડાને કારણે દરમાં ઘટાડો ૨૫ બેસિસ પોઈન્ટથી વધુ થશે. જોકે ૨૧.૭ ટકા બિઝનેસ હાઉસનું માનવું છે કે રિઝર્વ બેંક વર્તમાન સ્તરે દર જાળવી રાખશે.આગામી કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭માં સીઆઈઆઈએ ૧૫૦ લાખ કરોડ રૂપિયાની ફાળવણી સાથે નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન ૨.૦ શરૂ કરવાની હાકલ કરી છે, જેમાં આવક ઉભી કરતા પ્રોજેક્ટો અને માળખાગત સુવિધાને વેગ આપવા અને ખાનગી રોકાણને આકર્ષવા માટે સરળ વિવાદ-નિરાકરણ પદ્ધતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!