DEDIAPADAGUJARATNARMADA

આણંદ – જનરલ હોસ્પિટલ પાસે  સર્કલ હટાવતા સર્કલ ને તોડતાં ત્રણ બાજુ 4 ફૂટ રોડ ખુલ્લો થયો

આણંદ – જનરલ હોસ્પિટલ પાસે

સર્કલ હટાવતા સર્કલ ને તોડતાં ત્રણ બાજુ 4 ફૂટ રોડ ખુલ્લો થયો

તાહિર મેમણ – આણંદ -:આણંદ શહેરના માર્ગો છેલ્લા પાંચ વર્ષમાં શહેરના માર્ગો પર ટ્રાફિક બમણો થઇ ગયો છે. જેના કારણે મોટા સર્કલ વાહનચાલકો માટે માથાના દુ:ખાવા સમાન બની ગયા હતા. પાલિકાના શાસન દરમિયાન ચોકડી આડેધડ તોતિંગ સર્કલ દાતાઓના સહયોગથી તૈયાર કરાયા હતા. પરંતુ રોડ સેફટીના નિયમ મુજબ ચાલકો જીવન ખતરામાં મુકાય તે રીતે સર્કલ બનાવી શકાય નહીં તેમ છતાં પાલિકાએ આડેધડ સર્કલ ઉભા કરી દીધા હતા. બે દિવસ અગાઉ અહિંસા ચોક પાસે વિશાલ સ્થંભ દૂર કર્યો હતો. ગુરૂવારના રોજ સિવિલ હોસ્પિટલ નજીકના સર્કલ ને તોડતાં ત્રણ બાજુ 4 ફૂટ રોડ ખુલ્લો થયો છે.

કરમસદ આણંદ મનપા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર અડચણ રૂપ બનતાં દબાણ હટાવ ની કામગીરી હાથ ધરવામાં આવી છે. આણંદ શહેરના સ્ટેશન રોડ જનરલ હોસ્પિટલ પાસે 10 ફૂટના ઘેરવામાં બનાવેલા સર્કલ ચાલકો માટે જોખમી બની ગયું હતું. તાજેતરમાં રોડ સેફટીની મીટીંગમાં જોખમી તોતીંગ સર્કલને કારણે અકસ્માતના બનાવો વધી ગયા હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી. જેને ધ્યાને લઇને કલેકટરે શહેરના તમામ માર્ગો પરથી નડતર રૂપ સર્કલ દૂર કરવા મનપાને સુચના આપી હતી. મનપાની એસ્ટેટ વિભાગની ટીમોએ ગુરૂવારે જનરલ હોસ્પિટલ પાસેનું તોતીંગ સર્કલ દૂર કરીને ચોકડી પર ત્રણેય બાજુ ચાર ફૂટનો માર્ગ ખુલ્લો કર્યો છે. જેથી 108 સહિત તમામ વાહનો સરળતાથી ટર્ન લઇ શકશે.

Back to top button
error: Content is protected !!