
કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટી રાજપીપલાની મુલાકાત લીધી
રાજપીપલા : જુનેદ ખત્રી
ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર ઉદ્યોગ અને ગ્રામ ઉદ્યોગ મંત્રી નરેશભાઈ પટેલ નર્મદા જિલ્લાના પ્રવાસ દરમ્યાન બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટી, રાજપીપલાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મંત્રીએ, યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. મધુકર પાડવી પાસેથી વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ, ફેકલ્ટી વિકાસ અને નવનિર્મિત ભૌતિક સુવિધાઓ વિષે વિગતવાર માહિતી મેળવી હતી.
દેશની એકમાત્ર બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીનું નવું, આધુનિક કેમ્પસ જીતનગર ખાતે નિર્માણ પામી રહ્યું છે. સમગ્ર યુનિવર્સિટી પરિસરનું બાંધકામ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. ત્યારે, મંત્રીએ રજીસ્ટ્રાર વિજયસિંહ વાળા પાસેથી પરિસરની રૂપરેખા, શૈક્ષણિક માળખું, સપોર્ટ કોમ્પ્લેક્સ તેમજ ગુણવત્તા સંબંધિત વિગત 3D આર્કિટેક્ચરલ પ્રતિકૃતિ દ્વારા નિહાળી હતી.





