GIR GADHADAGIR SOMNATHGUJARAT

ગીર ગઢડા તાલુકાના ઝૂડવડલી ગામે રૂ. ૩૫૧૬.૫૦ લાખ ના ખર્ચે તૈયાર થનાર પીકપ વિયર નું ખાતમુહૂર્ત ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ના વરદ હસ્તે કરવામાં આવ્યું

આ પ્રોજેક્ટ થી આવનારા સમયમાં ઝુડવડલી ગામ અને આજુ બાજુના પાંચ ગામો ને પણ ખૂબ મોટા પાયે ફાયદા થશે

વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા

ગીર ગઢડા તાલુકાના ઝૂડવડલી ગામે રૂ. ૩૫૧૬.૫૦ લાખ ના ખર્ચે તૈયાર થનાર પીકપ વિયર નું ખાતમુહૂર્ત ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ના વરદ હસ્તે કરવામાં આવ્યું

ગીર ગઢડા ના ઝુડવડલી ગામનાં તેમજ આજુબાજુ ના ગામો ને પીવાનું પાણી તેમજ ખેડૂતો ને સિંચાઇ નું પાણી ની સમસ્ય કાયમી માટે દૂર થાય ટે હેતુ થી ઝુડવડલી ગામે , મછુંદરી નદીમાં પીકપ વિયર નું ખાતમુહૂર્ત જળ સંપતિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી કુવરજી ભાઈ બવાળીયા ના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું

આ પ્રોજેક્ટ થી આવનારા સમયમાં ઝુડવડલી ગામ અને આજુ બાજુના પાંચ ગામો ને પણ ખૂબ મોટા પાયે ફાયદા થશે.

આ કાર્યક્રમમાં ઉના અને ગીર ગઢડા તાલુકાના લોકપ્રિય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ,૧૩ જુનાગઢ લોકસભાના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ગીર સોમનાથ જીલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પિઠીયા, જીલ્લા પંચાયત ના પ્રમુખ મંજુલાબેન મુછાર,ગીર ગઢડા તાલુકા પંચાયતના પ્રમુખ ભગવતીબેન સાંખટ. જીલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ડાયાભાઈ જાલોધરા, જિલ્લા સદસ્ય દકુ ભાઈ દોમડીયા. નરેશભાઈ તાપસીયા.ધીરુભાઈ મકવણા.ઝુડવડલી ગ્રામ પંચાયત ના સરપંચ અજાણ ભાઈ ડાભી. જીલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન લખમણભાઈ બાંભણીયા,, ઉના તાલુકા પંચાયતના પ્રમુખ એભાભાઈ મકવાણા, જીલ્લા ભાજપ મહામંત્રી વિશાલભાઈ વોરા,ઉના તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ ચૌહાણ, જીલ્લા ભાજપ અનું.જાતી મોરચા ના પ્રમુખ પ્રવીણભાઈ સાંખટ જીલ્લા પંચાયત તાલુકા પંચાયત ના સદસ્ય ઓ સહિતના કાર્યકરો અધિકારી ઓ પદ્ અધિકારી ઓ અને લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!