GUJARATJUNAGADH

કેબિનેટ મંત્રી શ્રી ડો.પ્રદ્યુમન વાજા શ્રી અને ઉર્જા મંત્રી શ્રી કૌશિક વેકરીયાએ શ્રી ગુરુનાનક શાહી ગુરુદ્વારાએ શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા

કેબિનેટ મંત્રી શ્રી ડો.પ્રદ્યુમન વાજા શ્રી અને ઉર્જા મંત્રી શ્રી કૌશિક વેકરીયાએ શ્રી ગુરુનાનક શાહી ગુરુદ્વારાએ શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી અને જુનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ડો.પ્રદ્યુમન વાજા અને ઉર્જા મંત્રીશ્રી અને જુનાગઢ જિલ્લાના સહ પ્રભારી મંત્રી શ્રી એ આજ રોજ જૂનાગઢના અંબિકા નગરમાં સ્થિત શ્રી ગુરુ નાનક શાહી ગુરુદ્વારાએ શ્રદ્ધા પૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી.કેબિનેટ મંત્રી શ્રી ડો.પ્રદ્યુમન વાજા અને ઊર્જા મંત્રી શ્રી કૌશિક વેકરીયા આજ રોજ શ્રી ગુરુ નાનક શાહી ગુરુદ્વારા ખાતે શબ્દ કીર્તનમાં સહભાગી બન્યા હતા. સાથે જ ગુરુદ્વારા ખાતે માથું ટેકવ્યું હતું અને રાજ્યના નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ દરમિયાન મંત્રી શ્રી સાથે જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર શ્રી ધર્મેશ પોશિયા,ડેપ્યુટી મેયર આકાશ કટારા,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રીમતી પલ્લવીબેન ઠાકર, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Check Also
Close
Back to top button
error: Content is protected !!