તા.૦૮.૦૭.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Singavad:સીંગવડ તાલુકાની મેથાણ પ્રાથમિક શાળા ખાતે ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન” અંતર્ગત યોજાયો કેમ્પ
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતા હેઠળ મેથાણ પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાના ધરતી આભા જન જાતિય ઉત્કર્ષ અભિયાનમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર–મેથાણના આરોગ્ય સ્ટાફ દ્વારા લોકોનું આરોગ્ય લક્ષી NCD સ્ક્રીનીંગ કરી જરૂરી તપાસ કરવામાં આવી હતી. જેમાં ૫૭ જેટલા લોકો હાજર રહ્યા હતા. તેમાંથી ૪૧ જેટલા લોકોનું NCD સ્કીનિંગ કરવામાં આવ્યું હતું સાથે ૧૫ જેટલા લાભાર્થીઓના PMJAY કાર્ડ બનાવવામાં આવ્યા હતા. ૭૦ વર્ષથી પણ વધુ ઉંમરના ૦૬ લાભાર્થીઓ આ કેમ્પમાં હાજર રહ્યા હતા