DAHODGUJARAT

વર્લ્ડ ફિઝિયોથેરાપી દિવસની દાહોદ જિલ્લા રેડ ક્રોસ સોસાયટી દ્વારા કેમ્પ યોજી ઉજવણી કરાઈ.

તા.૦૯.૦૯.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:વર્લ્ડ ફિઝિયોથેરાપી દિવસની દાહોદ જિલ્લા રેડ ક્રોસ સોસાયટી દ્વારા કેમ્પ યોજી ઉજવણી કરાઈ. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા દ્વારા સંચાલિત કૌશલ્યા ખુશાલી ફિઝિયોથેરાપી સેન્ટર ખાતે વર્લ્ડ ફિઝિયોથેરાપી દિવસ નિમિત્તે ફિઝિયોથેરાપી કેવી રીતે મદદરૂપ થાય તે વિશે સમજ તથા થેરાપી આપવામાં આવી હતી આ પ્રસંગે રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન ગોપાલભાઈ ધાનકા વાઇસ ચેરમેન દિનેશભાઈ શાહ ડોક્ટર ધર્મેન્દ્રભાઈ અગ્રવાલ ખજાનચી જવાહરભાઈ શાહ માનદ મંત્રી રાજેશભાઈ ભટ્ટ રાજ્ય કારોબારી પ્રતિનિધિ સાબિર શેખ સહમંત્રી એન કે પરમાર કારોબારી સભ્યો પ્રકાશભાઈ પ્રીતમાની ભરતભાઈ અગ્રવાલ ડોક્ટર જીતેન્દ્ર પંચાલ ઉપસ્થિત રહ્યા હતા ફિઝિયોથેરાપી ના ડોક્ટર કરિશ્માબેન લોખંડે તેમજ સ્ટાફએ કેમ્પને સફળ બનાવવામાં ભારે જેહમત લીધી હતી તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો

Back to top button
error: Content is protected !!