રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત કડાણા APMC ખાતે ખેડૂતોના વાહનો પર રેડિયમ રિફ્લેક્ટર લગાવવાનું અભિયાન

રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત કડાણા APMC ખાતે ખેડૂતોના વાહનો પર રેડિયમ રિફ્લેક્ટર લગાવવાનું અભિયાન
**
અમીન કોઠારી મહીસાગર
રાજ્યભરમાં ઉજવાઈ રહેલા ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૬’ ના ભાગરૂપે, સહાયક પ્રાદેશિક પરિવહન કચેરી (ARTO) મહીસાગર-લુણાવાડા દ્વારા એક પ્રશંસનીય જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કડાણા APMC ખાતે MSP ભાવે ડાંગર વેચવા આવેલા ખેડૂતોના ટ્રેલર પાછળ વિનામૂલ્યે રેડિયમ રિફ્લેક્ટર લગાવવાની અને વિતરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ ઝુંબેશનો મુખ્ય હેતુ શિયાળાની રાત્રિ દરમિયાન અથવા ધુમ્મસના સમયે માર્ગ પર ટ્રેલરની વિઝિબિલિટી (દ્રશ્યતા) વધારવાનો છે. મોટાભાગે રાત્રિના સમયે પાછળથી આવતા વાહનોને ટ્રેલર દેખાતા નથી, જેના કારણે ગંભીર અકસ્માતો સર્જાતા હોય છે. આ રેડિયમ સ્ટીકર્સથી વાહન દૂરથી જ ઓળખાઈ જશે, જે રાત્રિ માર્ગ અકસ્માતો ઘટાડવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે. ARTO ટીમ દ્વારા ખેડૂતોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને સલામત ડ્રાઇવિંગ કરવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.




