વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,વડનગર
વડનગર શહેરના મુનિરાજ કોમ્પ્લેક્સ ખાતે કેનરા બેંકની નવી શાખાનું ભવ્ય ઉદ્ઘાટન થયું છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
બેંકના મેનેજરે જણાવ્યું હતું કે, આ નવી શાખામાં ગ્રાહકોને હોમ લોન, પર્સનલ લોન, વાહન લોન જેવી વિવિધ લોન સેવાઓ મળશે. આ ઉપરાંત, ખાતા સેવા, ATM સુવિધા, મોબાઇલ અને ઇન્ટરનેટ બેંકિંગ તેમજ વિવિધ બચત યોજનાઓ પણ ઉપલબ્ધ રહેશે.
મેનેજરે ગ્રાહક સંતોષ પર ભાર મૂકતા જણાવ્યું કે, સ્ટાફ ઝડપી, સરળ અને વિશ્વસનીય સેવાઓ આપવા માટે હંમેશા તત્પર રહેશે. આ શાખા શરૂ થવાથી વડનગર અને આસપાસના નાગરિકોને હવે વધુ સગવડભર્યો અને સરળ બેંકિંગ અનુભવ મળશે.