GUJARATVALSADVALSAD CITY / TALUKO
કેન્સલ…..વલસાડ આરટીઓમાં તા. ૧૩ થી ૧૫ જૂને થનાર પસંદગીના નંબરની ફાળવણીનું રી-ઓકશન રદ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વલસાડ જિલ્લા પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી દ્વારા મોટરીંગ પબ્લિકની સગવડતા માટે પસંદગીના નંબર ફાળવણી માટે ઓનલાઈન ઓકશનની સુવિધા આપવામાં આવે છે. જે મુજબ કચેરીમાં ફોર વ્હીલર GJ 15 CR અને ટ્રાન્સપોર્ટ વ્હીકલ GJ 15 AXની સીરિઝના રી-ઓકશન માટે તા. ૧૧/૦૬/૨૦૨૫ના રોજ દિવસે ૪-૦૦ કલાકથી તા. ૧૩/૦૬/૨૦૨૫ના દિવસે ૦૩-૫૯ કલાક સુધી રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તા. ૧૩/૦૬/૨૦૨૫ના રોજ દિવસે ૪ કલાકથી તા ૧૫/૦૬/૨૦૨૫ના રોજ દિવસે ૪-૦૦ કલાક સુધી રી-ઓકશન કરવામાં આવનાર હતું પરંતુ ટેકનિકલ કારણોસર આ રી-ઓકશન રદ કરવામાં આવ્યુ છે. જેની તમામ મોટરીંગ પબ્લિકને નોંધ લેવા જિલ્લા ઈન્ચાર્જ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી દ્વારા અખબારી યાદીમાં જણાવાયુ છે.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93


