
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
શ્રી સચ્ચિદાનંદ સાંઈનાથ મહારાજ ની અસીમ કૃપાથી ખેરગામ તાલુકાના ભૈરવી ગામે પટેલ ફ. બ્રહ્મદેવ મંદિર પાસે ૧૬ જાન્યુઆરી ગુરૂવારના રોજ વાકલવાળા રાજેશભાઈ પટેલની ૧૨૬મી સાંઈકથા યોજાઈ જેમાં સાંજે સાંઈ પાલખી અને પોથીયાત્રા ભૈરવી ત્રણ રસ્તા થી બરમદેવ મંદિર પટેલ ફ. સુધી યોજાઈ હતી કથાકાર રાજેશભાઈ પટેલે ઉપસ્થિત સૌ ભાવિક ભક્તોને સાંઈકથા નું રસપાન કરાવતા સૌ ભક્તો સાંઈ કીર્તનમાં જુમી ઉઠ્યા હતા.
સાઇભક્ત મંડળ ભૈરવી તરફથી મહાપ્રસાદ આપવામાં આવ્યો હતો. સાંઈ કથા ને સફળ બનાવવા માટે રજનીકાંતભાઈ, મનીષ ,ઠાકોરભાઈ, પ્રદીપ, નીતિનભાઈ, જીતેન્દ્રભાઈ, મુકેશભાઈ, પ્રફુલભાઈ નવીનભાઈ ગણપતભાઈ નરેશભાઈ અનિલભાઈ તથા ફળિયાના નવયુવાનો અને વડીલોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું આયોજન સંચાલન રજનીકાંતભાઈ,મનીષભાઈ , સુનિલભાઈ, સુભાષભાઈ વિ. કર્યું હતું.




