GUJARAT
શિનોરના અચિસરા – ભેખડા રોડ પર અલ્ટ્રો ગાડી ઉપર પત્થરમારો કરાતાં કાર ચાલકનો આબાદ બચાવ
ફૈઝ ખત્રી વડોદરા જિલ્લા અને શિનોર તાલુકા પોલીસે એક તરફ ચોરી કે લૂંટ કરનારી ટોળકીના વિડિયો અંગે ગેર માર્ગે દોરાવવું નહિ અને અફવા ફેલાવી નહિ તેવી સલાહ લોકોને આપવામાં આવી છે. અને જે કોઈ આવી ટોળકી જનાઈ આવે તો પોલીસને જાણ કરવા જણાવવામાં આવ્યું છે.તો બીજી તરફ પીસાઈ ગામે રહેતા રિંકલ પટેલ કે જેઓ અવાખલ થી સાધલી જવામાં રસ્તે આવેલ નમહ એગ્રો ફૂડ ફેકટરીમાં નોકરી કરે છે. ત્યારે ગતરોજ સાંજના 8 વાગ્યાંના અરસામાં ફેકટરી પરથી છૂટીને રિંકલ પટેલ પોતાની અલ્ટ્રો કાર લઈને ઘરે જવા નીકળ્યા હતા.તે દરમિયાન શિનોર તાલુકાના અચિસરા - ભેખડા રોડ પર બે અજાણ્યા ઇસમો દેખાતા અલ્ટ્રો કાર ના ચાલક રિંકલ પટેલે સમજદારી દાખવી પોતાની કાર ઊભી ના રાખી કાર સ્પીડ માં હંકારી મૂકતા અજાણ્યા ઇસમો દ્વારા લૂંટ ના ઇરાદે કાર પર પત્થરમારો કરાયો હતો.જેમાં આગળ નો કાચ તૂટી ગયો હતો,જો કે કાર ચાલક રિંકલ પટેલની સતર્કતાએ લૂંટ નો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. વાત કરીએ તો ૧૦ દિવસ ઉપરાંતથી અવાખલ..મીઢોળ,સુરાસામળ, માંડવા, સાધલી સહિત શિનોર તાલુકાના કેટલાક ગામોમાં ચોર આવ્યા ચોર આવ્યા ની બુમો ઉઠી રહી છે અને લોકો હાથોમાં લાકડીઓ.હથિયારો લઇ રાત્રિના ઉજાગરા કરી રહ્યા છે ત્યારે શિનોર પોલીસ દ્વારા લોકોને જણાવવામાં આવ્યું છે કે આ બધી અફવાઓ છે અને અફવા થી દૂર રહેવું તેવી સૂચના આપવામાં આવી રહી છે.જ્યારે શિનોર પોલીસ દ્વારા સતત નાઇટ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે.છતાં આવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે જેનો ભોગ નોકરીએ જતા અને રાત્રી એ નોકરી થી પરત ફરતા નિર્દેશ લોકો બની રહ્યા છે. ત્યારે શિનોર પોલીસ દ્વારા બનાવ સંદર્ભે તપાસ હાથ ધરી,કાર પર પત્થરમારો કરનાર ઈસમોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.







