તા.૦૭.૦૩.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ નવજીવન સાયન્સ કોલેજે ઝૂલોજી વિભાગ દ્વારા કરિયર કાઉન્સિલિંગ સેમિનાર યોજાયો
દાહોદ નવજીવન સાયન્સ કોલેજે ઝૂલોજી વિભાગ દ્વારા એક દિવસીય કરિયર કાઉન્સિલિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે ડૉ. પી. બી. પટેલએ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આવનાર વિવિધ ક્ષેત્રે નોકરીની તક તેમજ અભ્યાસ લક્ષી માહિતી આપીને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.આ સેમિનારમાં વિદ્યાર્થઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. તેમજ ઝૂલોજી વિભાગના વડા એન. એ. વોહરા તથા કોલેજના કાર્યકારી આચાર્ય ડૉ. જી.જે.ખરાદી દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતુ