AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાના આહવા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે “કારકિર્દી માર્ગદર્શન સેમિનાર” યોજાયો ..

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, આહવા ખાતે ઉદીશા પ્લેસમેન્ટ સેલ અંતર્ગત કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. જેમાં કાર્યક્રમના અધ્યક્ષપદે ડાંગ જિલ્લાના પ્રાંત અધિકારી કાજલ આંબલીયા અને મુખ્ય મહેમાન તરીકે ડાંગ જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક જનેશ્વર નલવાયા ઉપસ્થિત રહ્યા હતા.

આ સેમિનારમાં ડાંગ જિલ્લાના પ્રાંત અધિકારી કાજલ આંબલીયાએ કોલેજના વિદ્યાર્થીઓને પ્રશ્નોત્તરીના માધ્યમથી કારકિર્દીને લગતી જે કોઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેની વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા કરી વિદ્યાર્થીઓની કારકિર્દીને લગતી જે મૂંઝવણોને હતી તેને વાંચા આપી હતી. સૌપ્રથમ આત્મવિશ્વાસ કઈ રીતે કેળવવો. અને પોતાને મનગમતી દિશામાં આગળ વધવું, અભ્યાસક્રમને આત્મસાત કરીને કઈ રીતે ચિંતન કરવું. પોતાના સ્વઅનુભવ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેણારૂપ ઉદબોદન કરી પ્રોત્સાહિત કર્યા હતા.

ડાંગ જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક નલવાયાએ વિદ્યાર્થીઓએ GPSC/UPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારીની શરૂઆત કઈ રીતે કરવી, વાંચનની શરૂઆત ક્યાંથી કરવી, કયા કયા પુસ્તકોનું વાંચન કરવું. વિવિધ પરીક્ષાના પેપરોનું સોલ્યુશન કઈ રીતે કરવું. જેના વિવિધ ઉદાહરણો આપીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે કોલેજના ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકો ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!