GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લાના ખેરગામ અને નવસારી તાલુકા પંચાયત ખાતે કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરાયું…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી,તા.૨૯: આજરોજ નવસારી જિલ્લાના ખેરગામ અને નવસારી તાલુકા પંચાયત ખાતે કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પનું આયોજન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના  નિયામકશ્રી અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું.કેમ્પમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી, બેંક મેનેજરશ્રી, DLM શ્રી તેમજ બહોળી સંખ્યામાં SHG બહેનો હાજર રહ્યા હતા.

કાર્યક્રમમાં નિયામક દ્વારા સ્વ સહાય જૂથની બહેનોને કેમ્પમાંથી લોન મેળવી પોતાની આજવિકા ઊભી કરવા માટે, તેમજ બેંક લોન મેળવી સરકારશ્રી દ્વારા આપવામાં આવતી વ્યાજ સહાય બાબતે માહિતી આપવામાં આવી હતી .અને ૨૯૩  સ્વ સહાય બહેનોને રૂપિયા ૫૮૭.૫ લોન આપવામાં આવી હતી. સાથે બેંકમાંથી મેળવેલ લોનનું સમયસર ચૂકવણું કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો.

કાર્યકમમાં નિયામક,તાલુકા પંચાયત પ્રમુખ અને ટીડીઓ  દ્વારા બેંક લોનના ચેક પણ વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ  સારીં કામગીરી કરવા બદલ બેંક મેનેજરને પ્રમાણપત્ર આપી કામગીરી બિરદાવવામાં આવી હતી. સાથે બેંક સખી અને FLCRPના નિમણુંક પત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા. આમ આજ રોજ યોજાયેલ કેશ ક્રેડિટ કેમ્પમાં ખેરગામ અને નવસારી તાલુકાની  ૨૯૩ સ્વ સહાય બહેનોને  રૂપિયા ૫૮૭.૫ લાખની લોન આપવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!