GUJARATLIMBADISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

લીંબડીના ગેડી-પરનાળા રોડ પરનો કોઝવે તાત્કાલિક ધોરણે રીપેર કરી વાહનવ્યવહાર પૂર્વવત કરાયો

જર્જરિત કોઝવેની જગ્યાએ એક નવો મેજર બ્રિજ બનાવવાની મંજૂરી, દિવાળી બાદ શરૂ થશે કામગીરી

તા.24/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

જર્જરિત કોઝવેની જગ્યાએ એક નવો મેજર બ્રિજ બનાવવાની મંજૂરી, દિવાળી બાદ શરૂ થશે કામગીરી, પંચાયત માર્ગ અને મકાન વિભાગ-સુરેન્દ્રનગર હેઠળના લીંબડી તાલુકામાં આવેલા ગેડી-પરનાળા રોડ પરનો જૂનો અને જર્જરિત કોઝવે ભારે વરસાદનાં કારણે તૂટી ગયો હતો ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને ભોગાવો નદીના ઓવરફ્લો થવાથી આ કોઝવેનો અમુક ભાગ ધોવાઈ ગયો હતો જેના કારણે આજુબાજુના ગામો અને કામદારોને વાહન વ્યવહારમાં ભારે અગવડ પડી રહી હતી પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ, લીંબડી દ્વારા તાત્કાલિક ધોરણે સમારકામ કરીને વાહન વ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો છે લીંબડી વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય કિરીટસિંહ રાણાની રજૂઆતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા જર્જરિત કોઝવેની જગ્યાએ એક નવો મેજર બ્રિજ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે વિભાગ દ્વારા નવા મેજર બ્રિજની કામગીરી દિવાળી બાદ શરૂ કરવામાં આવશે નવો બ્રિજ બન્યા બાદ વાહન વ્યવહાર વધુ સરળ અને સુરક્ષિત બનશે જેનાથી પ્રવાસમાં સમયનો બચાવ થશે અને લોકોની રોજિંદી અવરજવર વધુ સુગમ બનશે.

Back to top button
error: Content is protected !!