GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOTHANGADH

થાનગઢમાં 1.65 કરોડના ખર્ચે ત્રણ ગામોમાં સી.સી. રોડનું ખાતમુહૂર્ત કરાયું.

ખાખરાવાળી, સોનગઢ અને રાવરાણીના લોકોને મળશે સુવિધા

તા.14/09/2025/ બવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ખાખરાવાળી, સોનગઢ અને રાવરાણીના લોકોને મળશે સુવિધા

સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકામાં વિકાસના કાર્યોને વેગ આપતા કુલ રૂ.1.65 કરોડના અંદાજિત ખર્ચે ત્રણ ગામોમાં સી.સી. કોન્ક્રીટ રોડના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ વિકાસ કાર્યોનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓને સુધારવાનો છે જેનાથી સ્થાનિક લોકોને અવર જવરમાં મોટી રાહત મળશે આ વિકાસ કાર્યોમાં મુખ્યત્વે ત્રણ ગામોના સુવિધા પથનો સમાવેશ થાય છે જેમાં ખાખરાવાળી આ ગામમાં સી.સી. રોડનું કામ 65 લાખના અંદાજિત ખર્ચે હાથ ધરાશે સોનગઢ સોનગઢમાં સુવિધા પથના નિર્માણ માટે અંદાજે 55 લાખ ફાળવવામાં આવ્યા છે જ્યારે રાવરાણી ગામના સી.સી. રોડ માટે 45 લાખનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે આ ખાતમુહૂર્તનો કાર્યક્રમ આગામી ખાખરાવાળી ગામના રામાપીર મંદિર ખાતે યોજાશે આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચોટીલા, થાન, મુળી વિધાનસભા, સરકારી અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહીને આ વિકાસ કાર્યોનો પ્રારંભ કરાવશે.

Back to top button
error: Content is protected !!