ભરૂચ: પશ્ચિમ વિસ્તારમાં બેકાબુ કારના ચાલકે રાહદારીને ફૂટબોલની જેમ હવામાં ઉછાળ્યો, સીસીટીવી સામે આવ્યા..

સમીર પટેલ, ભરૂચ
પશ્ચિમ વિસ્તારમાં સિફાથી મનુબર ચોકડી તરફના માર્ગ પર એક કાર ચાલકે રાહદારીને અડફેટે લીધો, સીસીટીવી સામે આવ્યા..
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં સિફા થી મનુબર ચોકડી તરફ જતા માર્ગ પર વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે જતી એક કારએ રસ્તા પર ચાલતા રાહદારીને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં આવેલા શોપિંગ કોમ્પ્લેક્સના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ મનુબર ચોકડી પર વહેલી સવારે ભારે ટ્રાફિક જામ રહેતો હોવાથી અનેક કાર ચાલકો શહેરના અંદરના માર્ગો વડે પસાર થવાનો પ્રયાસ કરે છે. આ જ કારણસર કાર ચાલકે સિટી રૂટમાં પ્રવેશતા અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન છે.
આ અકસ્માતમાં રાહદારીને ગંભીર ઇજાઓ થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે વેલ્ફેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સ્થાનિક લોકોની માંગ છે કે મનુબર ચોકડી અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારે જ ટ્રાફિક જવાનો ને ટ્રાફિક નિયમન માટે મૂકવામાં આવે, જેથી અવારનવાર બનતી આવી અકસ્માતોની ઘટનાઓમાં ઘટાડો થાય.




