અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પી.એમ.કિસાન ઉત્સવ દિવસની ઉજવણી
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે માનનીય મંત્રીશ્રી ભીખુસિંહજી પરમાર તથા જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકા બેન ડામોરની ઉપસ્થિતિમાં પી.એમ.કિસાન ઉત્સવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પી.એમ.કિસાન સમ્માન નિધિ યોજનાનો 20મો હપ્તો ખેડૂતોને ચૂકવવામાં આવ્યો.
મંત્રી ભીખુસિંહજી પરમારે ખેડૂતોને સંબોધતા જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની મુશ્કેલીઓ અને સંઘર્ષો દૂર કરવા સતત પ્રયત્નશીલ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ખેડૂતોની આવક બમણી કરવા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, ગુજરાત સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ છે. ખેડૂતોની આવક બમણી કરવા અને તેમની મુશ્કેલીઓ દૂર કરવા અનેક યોજનાઓ અમલમાં છે. પી.એમ. કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ નાણાકીય સહાય, ખેતી માટે આધુનિક ટેકનોલોજી, સિંચાઈની સુવિધાઓ, અને બીજ-ખાતરની સબસિડી જેવી યોજનાઓ ખેડૂતોને મદદરૂપ થઈ રહી છે. ખેડૂતોને બજાર સુધી પહોંચવા અને ઉત્પાદનોના વાજબી ભાવ મળે તે માટે ઈ-માર્કેટિંગ અને કોલ્ડ સ્ટોરેજ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે, જે ખેડૂતો માટે સાચા અર્થમાં મદદરૂપ બની રહી છે.આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સંબોધન ઉપસ્થિત સૌએ વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું.