અમરેલી જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉત્સાહભેર ઉજવણી
*યોગેશ કાનાબાર રાજુલા
અમરેલી જિલ્લામાં ઉત્સાહભેર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી*
—
*પર્યાવરણના જતનના સંકલ્પ સાથે વૃક્ષારોપણ અને વનકવચનું ખાતમુહૂર્ત*
—
*અમરેલી તા.૦૫ જૂન, ૨૦૨૫ (ગુરુવાર)* પર્યાવરણ જતનના સંકલ્પ સાથે અમરેલી જિલ્લામાં ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લામાં ગુરુવારે વિવિધ તાલુકાઓમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા તેમજ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના અમરેલી વિભાગીય નિયામક કચેરી અંતર્ગત કાર્યરત કચેરીઓમાં વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમ યોજાયા હતા.
જિલ્લાના હરિત કવચમાં વધારો થાય તેવા આશયથી સામાજિક વનિકરણ રેન્જ સાવરકુંડલા હેઠળના પીઠવડી ગામે ‘કવચ વન ૨૦૨૫-૨૬’નું ખાતમૂહર્ત કરવામાં આવ્યું હતું. વનવિભાગના અધિકારીશ્રીઓ તેમજ સ્થાનિક આગેવાનો આ ખાતમૂહર્ત કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા હતા.
જી.એસ.આર.ટી.સી.ના રાજુલા વર્કશોપ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ડેપો મેનેજર શ્રી જોષી તેમજ સમગ્ર વર્કશોપ અને બસ ડેપોના ફરજ પરના અધિકારીશ્રી કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડેપો મેનેજર શ્રી દ્વારા પર્યાવરણ તેમજ વૃક્ષોના જતન બાબતે હાજર સ્ટાફને માહિતગાર કરવામાં આવ્યા હતા.
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત સાવરકુંડલા સેશન્સકોર્ટ ખાતે કોર્ટના જસ્ટીસશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં કોર્ટના ફરજ પરના સ્ટાફે વૃક્ષા રોપણ કર્યુ હતું. કોર્ટ પરિસરમાં વૃક્ષારોપણ સાથે પર્યાવરણના જતનનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ પ્રસંગે વનવિભાગના અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ની ઉજવણીની થીમ ‘Ending plastic pollution Globally’ અંતર્ગત ગત તા. ૨૨ મે, ૨૦૨૫થી ૦૫ જૂન,૨૦૨૫ સુધી જિલ્લામાં વિવિધ સ્થળો પર થીમને અનુરુપ જાગૃત્તિ કાર્યક્રમ, પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જિલ્લામાં પર્યાવરણના જતન માટે સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અંગે વિવિધ વર્ગમાં જાગૃત્તિ પ્રસરાવવામાં આવી હતી.