DAHODDAHOD CITY / TALUKO

જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ અને આરોગ્ય શાખા જીલ્લા પંચાયત દવારા આયોજિત સ્કુલ હેલ્થ ઍન્ડ વેલનેસ એમ્બેસેડર તાલીમ શિક્ષકોનેઆપવામા આવી

આયુષ્માન ભારત સ્કુલ હેલ્થ ઍન્ડ વેલનેસ પ્રોગ્રામ અંતર્ગત આરોગ્ય મંત્રાલય અને શિક્ષણ મંત્રાલય નવી દિલ્હી પ્રેરીત. આયુષ્માન ભારત – શાળા આરોગ્ય અને સુખાકારી કાર્યક્રમ અંતર્ગત દાહોદ જિલ્લાના શાળા આરોગ્ય અને સુખાકારી માટે શાળાના શિક્ષકોની એમ્બેસેડર માટેની તાલીમ આરોગ્ય વિભાગ દાહોદ અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદના સંકલનથી દાહોદના તમામ તાલુકા ખાતે 5/02/2025થી 07/02/2025 દરમ્યાન વિવિધ સ્થળે તાલીમ યોજવામાં આવેલ હતી. આ તાલીમમાં દાહોદ જિલ્લાના તમામ તાલુકામાંથી 1200 જેટલા શિક્ષકોને તાલીમ આપવામાં આવી. જેમાં જિલ્લા કક્ષાના તજજ્ઞો દ્વારા ત્રણેય દિવસ શિક્ષકોને જિલ્લા કક્ષાના તાલીમ પામેલ તજ્જ્ઞો દ્વારા વિવિધ ૧૧ વિષયના મોડ્યુલનું શિક્ષણ આપવામાં આવ્યું અને તેની સાથે સંકળાયેલ વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવી જેમાં તંદુરસ્ત વૃદ્ધિ અને વિકાસ, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય, આંતર વૈયતિક સંબંધો, મૂલ્યો અને નાગરિકતા, પ્રજનન સ્વાસ્થ્ય, નશીલા પદાર્થોનું સેવન અને તેની રોકથામ વગેરે. આ તાલીમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ ઉદય ટીલાવત પણ વર્ગમાં ઉપસ્થિત રહીને સૌ શિક્ષકોને આરોગ્ય વિષયક માહિતી પૂરી પાડી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા પણ વિષયને અનુરૂપ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. DQAMO ડૉ રાકેશ વોહનિયા દવારા પણ સુંદર માર્ગદર્શન આપ્યું જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પ્રાચાર્યશ્રી દ્વારા પણ સૌ શિક્ષકો ને માહિતી પૂરી પાડવામાં આવી તથા District Programme Coordinator વિશાલ ડામોર દ્વારા પણ આરોગ્ય વિષયક માહિતી પૂરી પાડવામાં આવી. આમ આ ત્રણ દિવસની તાલીમ સૌ શિક્ષકોએ આનંદ અને ઉત્સાહ સાથે પૂર્ણ કરી.

Back to top button
error: Content is protected !!