અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં ઉજવાયો “સ્વચ્છ ભારત દિવસ”મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી દિવસને “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવા કાર્યક્રમનું આયોજન
સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ અને ૨ ઓકટોબર, ૨૦૨૫ ના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી દિવસને “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.જે અંતર્ગત આજે મોડાસા મહાલક્ષ્મી ટાઉનહોલ ખાતે જિલ્લા કક્ષાના “સ્વચ્છ ભારત દિવસ”ની ઉજવણી કરવામાં આવી.કાર્યક્રમમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ પખવાડિયા દરમિયાન સારી કામગીરી કરનાર ,તાલુકો, ગ્રામ પંચાયત, આંગણવાડી કેન્દ્ર, પ્રાથમિક શાળા,સામુહિક/પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક શૌચાલય, SHG/સંસ્થા ને પ્રમાણપત્ર અને મોમેન્ટોથી સન્માનિત કરવામાં આવ્યા.કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક રાજેશ કુચારા ,પ્રોગ્રામ ઓફિસર, ICDS, જિલ્લા ખેતીવાડી અધિકારી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા