બહેરા મૂંગા વિદ્યાલયના બાળકો સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી
દિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા હાથથી બનાવેલી રાખડીઓ ગોધરા શહેરી જનોએ ખરીદવી જોઈએ અને પ્રોત્સાહન આપવું જોઈએ: દિનેશ બારીઆ

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા 
➖➖➖➖➖➖
આઝાદીના ૭૮ માં વર્ષના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દેશભરમાં ખુબ ઉત્સાહમાં ઉજવવામાં આવી અને પંચમહાલ જિલ્લામાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ બહેરા મૂંગા વિદ્યાલયના ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. ગોધરા ખાતે આવેલી બહેરા મૂંગા વિદ્યાલય તથા ગાંધી આશ્રમ ખાતે યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં “આપ” ના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને સો જેટલા દિવ્યાંગ બાળકો સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી. શાળાની દિવ્યાંગ વિદ્યાર્થીની દ્વારા રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો, સૌએ સલામી આપી અને રાષ્ટ્રીય ગીતનું ગાન કર્યું હતું.
બહેરા મૂંગા વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા દેશ ભક્તિના ગીતો પર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજુ કરવામાં આવ્યા હતા જે અદ્ભુત હતા તથા વિદ્યાર્થીઓ દ્વારા હાથથી બનાવેલી રાખડીઓ અને ડ્રોઈંગ, ચિત્રો પણ શાળાના સ્ટાફ દ્વારા બતાવવામાં આવ્યા હતા જે ખુબ સુંદર અને આકર્ષક હતા જેથી રાખડીઓની ખરીદી પણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને ચોકલેટ, બિસ્કીટ આપીને મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું અને રાષ્ટ્રીય પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
શાળા મંડળના ટ્રસ્ટી નરેશભાઈ ચૌહાણ, આચાર્ય ગોહિલ સાહેબ તથા શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને આવકાર આપવામાં આવ્યો હતો. પંચમહાલ “આપ” ના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ સૌને રાષ્ટ્રીય પર્વની શુભેચ્છાઓ આપી હતી અને દિવ્યાંગ બાળકો દ્વારા બનાવવામાં આવેલી રાખડીઓને ખરીદવા માટે ગોધરાના શહેરી જનોને અપીલ કરી છે અને સાથે સાથે જણાવ્યું છે કે, આ રાખડીઓના વેચાણ કરવા માટે જિલ્લા વહીવટી તંત્રને રજુઆત કરવામાં આવશે કે તેમના માટે એક ગોધરામાં એક (દુકાન)સ્ટોલ ની વ્યવસ્થા કરી આપવામાં આવે તેમ જણાવ્યું છે.






