સુરેન્દ્રનગર-વઢવાણ શહેરને હેરીટેઝ શહેર બનાવવા માટે મહાનગરપાલિકા સતત પ્રયાસરત
ઝાલાવાડ હેરીટેઝ મ્યુઝિયમ અને સંસ્થા વિકસાવવા માટે બજેટમાં રૂ. 2 કરોડની ફાળવણી

તા.17/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ઝાલાવાડ હેરીટેઝ મ્યુઝિયમ અને સંસ્થા વિકસાવવા માટે બજેટમાં રૂ. 2 કરોડની ફાળવણી
દર વર્ષે 18 એપ્રિલનાં દિવસને યુનેસ્કો દ્વારા “વિશ્વ ધરોહર દિવસ” તરીકે ઉજવવામાં આવે છે સમગ્ર વિશ્વમાં ખુબ જ સુંદર, પ્રાચીન અને ઐતિહાસિક મહત્વ ધરાવતી ઇમારતોનું રક્ષણ કરવા તેમજ લોકોમાં તેના પ્રતિ જાગૃતિ લાવવાનાં હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે લોકોને સાંસ્કૃતિક વારસા વિશે જાગૃત કરવામાં આવે છે જેથી કરીને ઐતિહાસિક સ્થળોને સુરક્ષિત કરી શકાય છે આજે રાજ્ય સરકાર દ્વારા પણ ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળોની જાળવણી અને સરંક્ષણ ક્ષેત્રે ખૂબ જ પ્રશંસનીય કાર્ય થઈ રહ્યું છે જે અંતર્ગત તાજેતરમાં જ રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાને મહાનગર પાલિકા બનાવી છે આ નવી રચાયેલી મહાનગર પાલિકામાં આવેલી ઐતિહાસિક ધરોહરના જતન અને જાળવણી માટે ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે લોકો જિલ્લામાં આવેલી ઐતિહાસિક ધરોહર વિશેની જાણકારી મેળવે અને તેના જતન અને સંવર્ધન માટેના પુરતા પ્રયાસો કરે તે માટે મહાનગર પાલિકાના લોગોમાં શહેરની ઓળખ સમી તમામ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં અજરામર ટાવર, વઢવાણનો હવામહેલ, મહાવીર સ્વામીના પગલાં, વડવાળા મંદિરના વડનો સમાવેશ કરાયો છે લોકોમાં ઐતિહાસિક ધરોહરના જતન અને જાળવણી માટેની ભાવના વધુ પ્રબળ બને, લોકોમાં જાગૃતિ આવે તે માટે મહાનગરપાલિકાનો આ સરાહનીય પ્રયાસ છે આ ઉપરાંત તાજેતરમાં રજુ કરાયેલા મહાનગરપાલિકાના બજેટમાં પણ આ બધી બાબતોનું ખુબ જ ઝીણવટભર્યું ધ્યાન રાખવામાં આવ્યું છે લીવેબલ અને હેરીટેઝ સિટીની થીમ પર મહાનગર પાલિકાના બજેટની રચના કરવામાં આવી છે આ બજેટમાં હવામહેલ ફેસ્ટીવલ, વડવાળા મંદિરની જગ્યામાં જન્માષ્ટમી મેળાનું આયોજન, ભગવાન મહાવીર જન્મ કલ્યાણક દિવસની ઉજવણી એવી હેરીટેઝને લગતી વિવિધ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત ઝાલાવાડ હેરીટેઝ મ્યુઝિયમ અને સંસ્થા વિકસાવવા માટે બજેટમાં રૂ. ૨ કરોડની ફાળવણી કરવામાં આવી છે ઐતિહાસિક ધરોહરની જાળવણી માટે હેરીટેજ આધારિત પેઈન્ટીંગ, ફોટોગ્રાફીની સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમ, શેરી નાટક, હવા મહેલ તથા વઢવાણના જુદા-જુદા ગેટ પર લાઈટીંગ જેવા આયોજન પણ સમયાંતરે હાથ ધરવા માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે આમ સુરેન્દ્રનગર-વઢવાણ શહેરને હેરીટેઝ શહેર બનાવવા માટે મહાનગર પાલિકા દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.




