
તા.૦૯.૦૭.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લાના રાહદારીઓને અગવડતા ન પડે તે માટે વિશેષ કાળજી લેતા માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) અને આરએન્ડબી પંચાયતની ટીમ
ગત દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું સમારકામ કરાયું દાહોદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) સરાહનિય કામગીરી દાહોદ જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ-રસ્તાઓનું તાત્કાલિક ધોરણે સમારકામ થઈ જાય તે માટે દાહોદ માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) ની ટીમ દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી.ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓની મરામતની કામગીરી પુર્ણ કરી દેવામાં આવી છે.દાહોદ જિલ્લામાં રસ્તાઓના મરામત માટે તાલુકા વાર એન્જીનીયરોની ટીમ કાર્યરત કરી નુક્શાન પામેલ રસ્તાઓ ઝડપથી શરૂ કરવાનું આયોજન હાથ ધરાયું હતું. જિલ્લાના રાહદારીઓને અગવડતા ન પડે તે માટે વિશેષ કાળજી માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) ની ટીમ સહિત દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવી રહી છે.દાહોદ જિલ્લામાં ગત દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે રસ્તાઓ ઉપર ખાડાઓ પડ્યા હતા. માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા મેટલપેચ પુર્ણ કરી લોકો માટે માર્ગોને ટ્રાફીકેબલ કરવામાં આવી દિધા છે. તેમજ આ તમામ રસ્તાઓ પર પાકા ડામર પેચની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે, જે આગામી સમયમાં પુર્ણ કરી નાગરિકો માટે વાહનવ્યહાર સરળ અને સુગમ બનાવવામાં આવશે.હજારીયા ફળિયા થી મુવાલીયા ફાર્મ સુધીના રોડ અને નીમનળિયા થી બાવકા જતો રોડ, સહિત ના રસ્તાઓની મરામત કામગીરી તાત્કાલીક ધોરણે હાથ ધરાઈ હતી અને જાહેર જનતા માટે વાહન વ્યવહાર યોગ્ય કરવામાં આવ્યો હતો.આમ, દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખરાબ થયેલા રસ્તાઓનું રીપેરીંગ કરી દાહોદ જિલ્લાના રાહદારીઓને અગવડતા ન પડે તે માટે વિશેષ કાળજી લવામાં આવી રહી છે





