GUJARATNARMADATILAKWADA

તિલકવાડા ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરી સ્તનપાન અંગે સંવેદનશીલતા અને તેનાથી થતા ફાયદા અંગે ચર્ચા કરવામાં આવી

તિલકવાડા ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરી સ્તનપાન અંગે સંવેદનશીલતા અને તેનાથી થતા ફાયદા અંગે ચર્ચા કરવામાં આવી

વસિમ મેમણ /  તિલકવાડા

ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 1990 માં વિશ્વ આરોગ્ય સંસ્થા યુનિસેફ સહિત અનેક સંસ્થાઓએ સ્તનપાનને સુરક્ષિત કરવા અને પ્રોત્સાહન આપવા માટે સંયુક્ત કરાર પર હસ્તાક્ષર કર્યા હતા ત્યાર બાદ વર્ષ 1991 માં વર્લ્ડ એલાયન્સ ફોર બ્રેસ્ટફીડિંગ ની રચના કરવામાં આવી અને એક અઠવાડિયા સુધી વિશ્વા સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું ત્યારે પ્રથમ વિશ્વાસ સ્તનપાન સપ્તાહ વર્ષ 1992 માં યોજવામાં આવ્યું તે વર્ષે 70 જેટલા દેશોએ નવી પહેલની ઉજવણી કરી અને હવે તેમાં 170 જેટલા દેશો ભાગ લઈ રહ્યા છે

આ વર્ષે પણ 01 થી 07 ઓગસ્ટ દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નર્મદા જિલ્લામાં અને ખાસ કરીને તિલકવાડા તાલુકામાં પણ વિશ્વા સ્તનપાન સપ્તાહની ઉજવણી કરી સ્તનપાનના મહત્વ વિશે સમજણ આપવામાં આવી રહી છે જેના ભાગરૂપે તિલકવાડા તાલુકા મથકે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરી. માતાઓ સાથે બેઠક યોજીને બાળકના જન્મ પછી લેવાની થતી કાળજી અંગે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી જેમાં બાળકને છ મહિના સુધી ફક્ત સ્તનપાન આપવા જોઈએ અને માતાના પૌષ્ટિક આહાર લેવાથી બાળકને થતા ફાયદાઓ અંગે પણ વિસ્તૃતમાં સમજણ આપવામાં આવી

Back to top button
error: Content is protected !!