
નરેશપરમાર.કરજણ
સાંઈ શક્તિ સેવા ગ્રુપ વડોદરા દ્વારા દિવાળી ના તહેવાર ની ઉજવણી
સાંઈ શક્તિ સેવા ગ્રુપ વડોદરા દ્વારા જરૂરિયાતમંદ બાળકો સાથે દિવાળી ઉજવણી માનવતાનો દિવો પ્રગટ્યો
સાંઈ શક્તિ સેવા ગ્રુપ વડોદરા દ્વારા દિવાળી ના તહેવાર ની ઉજવણી જરિયાતમંદ બાળકો સાથે કરવામાં આવી અંધકાર મા ઉજાશ લાવવાનું કાર્ય સતત ૭ વર્ષ થી ચાલતી સેવા જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સાંઇ શક્તિ સેવા ગ્રુપ વડોદરા વિકી શ્રીમાળી અને ગ્રુપ ના સભ્યો દ્વારા દિવાળી પર્વની ઉજવણી વડોદરા શહેર અવધૂત ફાટક પાસે આવેલ શ્રી બળિયાદેવ મહારાજ મંદિરે જરૂરિયાતમંદ બાળકો સાથે ટીશર્ટ/મીઠાઈ/અને ફરસાણ નું વિતરણ કરવામાં આવ્યું સાંઇ શક્તિ સેવા ગ્રુપ દર ગુરુવારે શ્રી બળિયાદેવ મહારાજ મંદિરે ભૂખ્યા ને ભોજન અન્નક્ષેત્ર ચલાવે છે આ ગ્રુપ સભ્યો દરેક હિન્દુ તહેવાર ની ઉજવણી જરૂરિયાતમંદ લોકો સુધી તહેવાર ની ઉજવણી કરી તેઓના ચેહરા પર સ્મિત લાવવાનું કાર્ય કરે છે આજ ના આ કાર્યક્રમ માં સાઈ શક્તિ સેવા ગ્રુપ ના સભ્યો હાજર રહ્યા અને જરૂરિયાતમંદ બાળકો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી તે બદલ સાઈ શક્તિ સેવા ગ્રુપ ના સંચાલક વિકી શ્રીમાળી એ ગ્રુપ ના સભ્યો તમામ દાતા શ્રી નો આભાર વ્યક્ત કર્યો હતો




