BANASKANTHAGUJARATPALANPUR

સમતા વિદ્યાવિહાર સંકુલ પાલનપુરમાં હોળી-ધુળેટી પર્વની ઉજવણી

14 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
સમતા વિદ્યાવિહાર સંકુલ પાલનપુરમાં હોળી-ધુળેટી પર્વની ઉજવણીબનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર બાલમંદિર અને પ્રાથમિક વિભાગમાં આજે હોળી-ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી,બાલમંદિરના આચાર્ય શ્રીમતી સુનિતાબેન સેભરા અને પ્રાથમિકના આચાર્ય શ્રીમતી ચેતનાબેન જે મકવાણાના માર્ગદર્શન હેઠળ તથા બાલમંદિરથી ધોરણ આઠના શિક્ષક ભાઈ-બહેનોના સહયોગથી બાલમંદિરથી ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓએ આજે સમતા વિદ્યાવિહારના મેદાનમાં અને વર્ગોમાં હોળી-ધુળેટી પર્વની ઉજવણી કરી,જેમાં વિદ્યાર્થીઓએ રંગબેરંગી કલરનો ઉપયોગ કરીને સાદાયથી હોળી-ધુળેટી પર્વપર્વનો આનંદ મેળવ્યો. કેળવણી મંડળના પ્રમુખશ્રી બાબુભાઈ પી સોલંકી,મહામંત્રીશ્રી હરિભાઈ એન સોલંકીએ હોળી-ધુળેટી પર્વની ઉજવણી નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.

Back to top button
error: Content is protected !!