MORBI:મોરબી નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળામાં બાળકોના જન્મદિવસની અનોખી ઉજવણી.
MORBI:મોરબી નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળામાં બાળકોના જન્મદિવસની અનોખી ઉજવણી.
શાળામાં બાળકોનો જન્મદિવસ હોય ત્યારે વાલીઓ ચોકલેટ વહેંચતા હોય છે. તેમજ ઘણીવાર વધુ પડતી ચોકલેટ ખાવાથી બાળકીના દાંત સડી જાય છે.
બાળકો ચોકલેટના નુકશાનથી બચી શકે તેમજ જન્મદિવસની પણ સારી રીતે ઉજવણી કરી શકે તે માટે ઇનોવેટીવ અને ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક અશોકભાઈ કાંજીયા દ્વારા બાલવાટિકાના વાલીઓને ચોકલેટના બદલે કઠોળ આપવા રજૂઆત કરી હતી, જે નિર્ણયને વાલીઓએ સહર્ષ વધાવી લીધો હતો.
સપ્ટેમ્બર માસમાં બાલવાટિકા માંથી બતાળા ધ્રુવ, વરમોરા જેનીલ, લિખીયા જેનીલ, રાઠોડ વિહાન બાળકોના જન્મદિવસે વાલીઓ તરફથી અલગ અલગ કુલ -૧૧ કિલોગ્રામ જેટલું કઠોળ શાળાને ભેટ આપવામાં આવ્યું હતું. જે કઠોળને આગળના દિવસે પલાળી રાખી મુકવામાં આવે છે. બીજા દિવસે રીશેષના સમયગાળામાં બાળકોને આ કઠોળ આપવામાં આવે છે. જેનાથી બાળકોને પોષણયુક્ત આહાર મળી શકે.
આ ઉપરાંત ઘણા વાલીઓ તરફથી બાલવાટિકાના બાળકોને શૈક્ષણિક કીટ પણ આપવામાં આવી હતી. તેમજ બાળકોના નામે શાળામાં એક છોડ લાવીને વાવવામાં આવ્યા હતા.