
તા.૧૩.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના 
દાહોદ તાલુકાના શ્રી ગોપાલભાઈ પી. ધાનકા એમ.એસ.ડબલ્યુ. કૉલેજ, નગરાળા ખાતે “રાષ્ટ્રીય યુવા દિવસ” ની ઉજવણી કરવામાં આવી જેમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સમાજશાસ્ત્ર વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. રાજુભાઇ કે. ભૂરીયા, સમાજકાર્યકર ધમુભાઈ પંચાલ, બી.એડ. કોલેજના આચાર્ય ડૉ. જિતેન્દ્ર પંચાલ સાહેબ, બી.એસ.સી કૉલેજના આચાર્યશ્રી નિશીથ મોઢિયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્ય વક્તા તરીકે ડૉ. રાજુભાઇ કે. ભૂરીયા સાહેબ દ્વારા વિધાર્થીઓને રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે શિક્ષણ, રાષ્ટ્રપ્રેમ, સમાજસેવા વગેરે મુદ્દાઓ પર વિધાર્થીઓને માર્ગદર્શન આપ્યું. તેમજ ધમુભાઈ પંચાલ દ્વારા વિધાર્થીઓને યુવા દિવસ નિમિત્તે યુવાનોને વ્યસનથી દૂર રહેવા તેમજ રાષ્ટ્ર હિત તરફ દોરવા માટે સમજાવામાં આવ્યું. અંતે કાર્યક્રમની અભારવિધિ કૉલેજના પ્રા. નિતેષભાઈ કળમી દ્વારા કરવામાં આવી




