GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: પ્રિ-મોન્સુનની તૈયારી અંગેની બેઠક

તા.૪/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને તા.૦૭/૦૫/૨૦૨૫ના રોજ સાંજે ૦૪.૦૦ કલાકે પ્રિ-મોન્સુનની તૈયારી અંગેની બેઠક કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે.
આગામી વર્ષાઋતુ દરમ્યાન રાજકોટ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાના સમયે પુર, અતિવૃષ્ટિ, વાવાઝોડુ અને અન્ય સંભવિત આપત્તિની પરિસ્થિતિના સમયે તાત્કાલિક તકેદારીના પગલાં લઇ રાહત બચાવની કામગીરી સત્વરે હાથ ધરી શકાય તે માટે આગોતરી તૈયારી અંગેની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવશે. જેમાં સંબંધિત વિભાગોએ તેમની કક્ષાએથી તૈયાર કરેલ એકશન પ્લાન સાથે રાખી પોતાને લગત કાર્યક્ષેત્રની અદ્યતન વિગતો સાથે હાજર રહેવા નિવાસી અધિક કલેકટરશ્રી એ.કે. ગૌતમની યાદીમાં જણાવાયું છે.


