AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

રાષ્ટ્રીય પોષણ માહ અંતર્ગત અમદાવાદ જિલ્લામાં “પોષણ સંગમ જાગૃતિ દિવસ”ની ઉજવણી — કુપોષણમુક્ત સમાજ તરફ એક સકારાત્મક પગલું

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

અમદાવાદ : રાષ્ટ્રીય પોષણ માહ 2025ના ભાગરૂપે અમદાવાદ જિલ્લાના તમામ ઘટકોમાં પોષણ સંગમ જાગૃતિ દિવસ ઉત્સાહપૂર્વક ઉજવાયો હતો. પોષણ અંગે લોકોમાં જાગૃતિ લાવવી, સંતુલિત આહારનો મહત્ત્વ સમજાવવો અને કુપોષણમુક્ત સમાજની રચના માટે જનજાગૃતિ ફેલાવવાનો હેતુ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમ દરમિયાન વિવિધ ગામોની આંગણવાડી કેન્દ્રોમાં કુપોષિત બાળકોમાં સુધારો થયેલા બાળકોને પ્રોત્સાહનરૂપે ક્રેયોન્સ અને ચિત્રપોથી ભેટ આપવામાં આવી હતી. બાળકોના વાલીઓને પોષણ સંગમના લોગો ધરાવતા રૂમાલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે માતા-પિતાને સંતુલિત આહાર, સ્તનપાનનું મહત્વ અને બાળકોના શારીરિક-માનસિક વિકાસમાં પોષણની ભૂમિકા વિશે માર્ગદર્શન અપાયું હતું.

આ અવસરે આંગણવાડી કર્મચારીઓ દ્વારા THR (Take Home Ration) માંથી તૈયાર થતી પોષણયુક્ત વાનગીઓનું નિદર્શન પણ રાખવામાં આવ્યું હતું. વાનગીઓમાં રહેલા પોષક તત્વો અંગે નિષ્ણાતોએ સ્થળ પર સમજ આપી હતી, જેથી વાલીઓ ઘરમાં પણ સરળ રીતે પોષણયુક્ત ભોજન બનાવી શકે.

કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી, શાળા આચાર્ય, તેમજ આરોગ્ય અને મહિલા બાળ વિકાસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું કે પોષણ માહ માત્ર એક માસિક અભિયાન નથી, પરંતુ તે સ્વસ્થ ભારતના નિર્માણ માટેનું સતત પ્રયત્ન છે.

વક્તાઓએ કુપોષણ સામે લડવા માટે ઘર-ઘર સુધી પોષણ જાગૃતિ પહોંચાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે સરકારના “સ્વસ્થ માતા, સ્વસ્થ બાળક” અભિયાનને લોકોનો સહયોગ મળવાથી પોષણ સ્તરમાં વધુ સુધારો શક્ય બનશે.

આ રીતે, “પોષણ સંગમ જાગૃતિ દિવસ” માત્ર ઉજવણી ન રહે, પરંતુ પોષણ પ્રત્યેની સમજ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો પ્રેરણાસ્રોત બની રહ્યો.

Back to top button
error: Content is protected !!