
તા.૦૮.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Dahod:દાહોદ તાલુકાના નગરાળા એમ.એસ.ડબલ્યુ. કોલેજ દ્વારા સેનાપતિ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ- 4 પાવડી ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી
આજરોજ એમ. એસ.ડબલ્યુ. કોલેજ નગરાળા દ્વારા સેનાપતિ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-4 પાવડી, દાહોદ ખાતે એમ.એસ.ડબલ્યુ. ની વિધાર્થીનીઓ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી. જેમાં SRP ગ્રુપ – 4 ના 56/70 જવાનોને કોલેજની વિધાર્થિનીઓ દ્વારા રાખડી બાંધવામાં આવી. આ કાર્યક્રમની શરૂઆત SRP ગ્રુપ-4 ના DYSP ચુડાસમા સાહેબ દ્વારા વિધાર્થી બહેનોને રક્ષાબંધન પર્વની મહિમા સમજાવવામાં આવી તેમજ તમામ વિધાર્થીનીઓ અને અધ્યાપકોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ એમ.એસ.ડબલ્યુ. સેમ-1 ના વિધાર્થી પરમાર જીગ્નેશભાઈ દ્વારા રક્ષાબંધન પર્વની માહિતી આપવામાં આવી. અંતે કોલેજના આચાર્યશ્રી ડૉ. રાજુભાઇ કે. ભૂરીયા સાહેબ દ્વારા રક્ષાબંધન પર્વની તેમજ SRP જવાનોને સંબોધન કરી તમામ નો આભાર માનવામાં આવ્યો. આ કાર્યક્રમ માં કુલ 40 જેટલા વિધાર્થીઓ હાજર રહ્યા હતા
				



