
ફૈઝ ખત્રી…શિનોર
વડોદરાના શિનોર તાલુકાના સાધલી ગામ આવેલ શ્રવણ સંસ્કાર વિધાલય આવેલ છે જ્યાં શ્રવણ સંસ્કાર વિદ્યાલય માં બાળકોને શિક્ષણ સાથે સાથે સંસ્કારોનું પણ સિંચન કરવાના પ્રયાસો શ્રવણ સંસ્કાર વિદ્યાલય પરિવાર ના શિક્ષક ગણ સ્ટાફ દ્વારા કરવામાં આવતા હોય છે.
શ્રવણ સંસ્કાર વિદ્યાલય ખાતે આજે ૨૬ મી જાન્યુઆરી ૭૬ માં પ્રજાસત્તાક દિન ની ભારે હર્ષોલ્લાસ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
શ્રવણ સંસ્કાર વિધાલય ખાતે આજે સવાર ના નવ કલાકે
બ્રહ્મ કુમારી સાધલી શાખાના સંચાલિકા જ્યોતિ દીદી ના તેમજ સાધલી સિનિયર પત્રકાર હસમુખ પટેલ ના હસ્તે
રાષ્ટ્ર ધ્વજ લહેરાવી રાષ્ટ્ર ગાન સાથે સલામી આપવામાં આવી હતી.
શ્રવણ સંસ્કાર વિધાલય ના વિધાર્થીઓ દ્વારા દેશ ભક્તિ ના ગીતો સાથે પર્ફોમન્સ આપી સમગ્ર વાતાવરણ દેશ ભક્તિના રંગે રંગી દીધું






